વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રાજદિપસિહ ઝાલા તેમજ નાયબ પોલીસ.અધિક્ષક.શ્રી વલસાડ વિભાગ વલસાડનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધરમપુર ખાતે આવેલ એસ એમ એસ હાઈ સ્કૂલ માં સુરક્ષા સેતુ અંતર્ગત ડિફેન્સ તાલીમ કાર્યક્રમમાં ટ્રાફિક જાગૃતિ અંગેનાં શપથ લેવડાવવા માં આવ્યા હતા આજના સમય માં યુવતી ઓની છેડતી ના કિસ્સાઓ બનતા હોય ત્યારે યુવતી સ્વયં ની સુરક્ષા કરી શકે એવા હેતુ થી સેલ્ફ ડિફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો જેમ સેલ્ફ ડિફેન્સના તજજ્ઞ દ્વારા વિવિધ સુરક્ષા ના દાવપેચ શીખવવા માં આવ્યા હતા
