મીંઢાબારી ગામે વાંસદા ધરમપુર રોડ પર વહેલી સવારે કોઈ અજાણ્યા વાહનની ટક્કર મારતા લગભગ ૯ થી ૧૦ વર્ષનો વન્યપ્રાણી દીપડાનું મોત થયાની પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વાંસદા તાલુકાના પશ્ચિમ રેંજના કાર્યવિસ્તારમાં આવેલ જામલીયા રાઉન્ડ મીંઢાબારી ગામે વાંસદા ધરમપુર રોડ ઉપર ગતરોજ વહેલી સવારે કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી વન્યપ્રાણી દીપડાનું મોત થયું હતું તે અંગે ગામના સરપંચ દ્વારા સવારે ૫;૦૦ વાગે રા.ફો જામલીયાને ટેલીફોનીક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી