ભાજપ ના દિગગજ નેતા સંઘ પ્રદેશની મુલાકાતે ..મોદી સરકારે ગરીબોને કેન્દ્ર માં રાખી બજેટ રજૂ કર્યું છે;પુરષોત્તમ રૂપાલા

0
289

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલા આજે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની મુલાકાતે છે ત્યારે આજે વહેલી સવારે 9:45 દમણના સર્કિટ હાઉસ ખાતે તેમણે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ભાજપની નરેન્દ્ર મોદી સરકારે ૨૧મી સદીના આરંભે દેશના આત્મવિશ્વાસને વધારનાર બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ ની તમામ જાણકારી સંઘ પ્રદેશના લોકોને મળે તે માટે તેઓ આજે સંઘપ્રદેશની મુલાકાતે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું કે તેમણે મોદી સરકારના બજેટની વાત કરતાં કહ્યું કે મોદી સરકારે સત્તા ઉપર આવતા પહેલાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે પણ બજેટ રજૂ કરશે ત્યારે ગરીબોને કેન્દ્રમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવશે તે મુજબ આ વખતે બજેટમાં ઘરખમ વિવિધ યોજનાઓમાં વધારો કરવામાં આવ્યો છે ઉજ્વલા યોજના જેમાં અગાઉ ૮ કરોડ મહિલાઓને કનેક્શન આપવામાં આવ્યા હતા તેમાં વધુ એક કરોડ નો નવો ઇજાફો થયો છે તો બીજી તરફ covid જેવી મહામારી ના સમયે આરોગ્ય વિભાગને લોકોને સવલત આપવા માટે પડેલી તકલીફ ને ધ્યાને લઈ આ વખતે કેન્દ્ર સરકારે આરોગ્ય માટે અગાઉ જે ૯૪ હજાર કરોડની રકમ બજેટમાં ફાળવવામાં આવતી હતી તેના સ્થાને બે લાખ છત્રીસ હજાર કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે જેથી કરીને જિલ્લા અને તાલુકા કક્ષાના અનેક આરોગ્ય કેન્દ્ર સુધી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બનાય સાથે સાથે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોને વધુ ધિરાણ મળે એવા હેતુથી અંદાજિત સાડા 16 કરોડ રૂપિયા ની અલગથી ફાળવણી કરવામાં આવી છે તેમજ દરેક ખેડૂતો ટેકનોલોજી સાથે જોડાય તેવા હેતુથી અગાઉ જ ડ્રિપ એરીગેશન માટે પાંચ હજાર કરોડની જોગવાઇ હતી તેને વધારીને ૧૦ હજાર કરોડ કરવામાં આવ્યા છે તો શિક્ષણ માટે ૧૦૦ જેટલી નવી લશ્કરી શાળાઓ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જ્યારે ૧૫ હજાર જેટલી જૂની જર્જરિત શાળાઓને રીપેર કામ કરી ફરીથી ઉપયોગમાં લેવા માટેની કામગીરી પણ કરાશે રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોદી સરકારે આ બજેટમાં 118000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે હાલો આમ નરેન્દ્ર મોદી સરકારે આ વખતે બજેટમાં ઇન્ફાસ્ટ્રકચર આરોગ્ય શિક્ષણ જેવી અનેક પાયાની સવલતો ને અગ્રીમતા આપી છે તેઓ આજે દમણ ખાતે વહેલી સવારે યોજેલી પત્રકાર પરિષદમાં ભાજપના દિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુંપુરુષોત્તમ રૂપાલા સવારે 11:30 સેલવાસ ખાતે આવેલા ટાઉન હોલમાં મિટિંગ છે જે બાદ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની મુલાકાત લેશે અને સેલવાસ દમણ ગંગા સર્કિટ હાઉસ પર બપોરે જલપાન યોજ્યા બાદ થઈ વાપી જવા માટે રવાના થશે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here