બિહારના ગયા સ્થિત ગાંધી સ્ટેડિયમ ખાતે રમાયેલી 6 રાજ્યો વચ્ચેની બલાઇન્ડ ક્રિકેટ ટુર્નામેનટમાં ગુજરાતની ટિમ કર્ણાટકની ટિમ ને હરાવી ચેમ્પિયન બની છે.ટુર્નામેન્ટમાં બલાઇન્ડ ક્રિકેટની દુનિયા પ્રખ્યાત અને વલસાડ તાલુકાના કેતન પટેલે ટુર્નામેન્ટમાં 2 સદી ફટકારી મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા.જ્યારે કપરાડા ના સુભાષ ભોયા મેન ઓફ ધ મેચ બન્યા હતા.ટુર્નામેન્ટમાં ગુજરાત , બિહાર, ઝારખડ, કર્ણાટક, રાજસ્થાન,અને મહારાષ્ટ્ર રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.ફાઇનલ મેચ ગુજરાત અને કર્ણાટક વચ્ચે રમાઈ હતી.જેમાં ટોસ જીતી કર્ણાટકે પ્રથમ દાવમાં 15 ઓવરમાં 81 રન બનાવ્યા હતા.જેના જવાબમાં ગુજરાતે માત્ર 6 ઓવરમાં વિના વિકેટે 82 રન બનાવી મેચ જીતી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું હતું.
મહત્વ નું છે કે તેમને ટુર્નામેન્ટ માં જવા માટે ટીકીટ નો તેમજ આવવા જવા માટે નો ખર્ચ આપવા માટે એક રાજકીય અગ્રણીએ છેલ્લે સુધી માત્ર વાયદા કર્યા પણ કોઈ મદદ કરી ન હોવાની કેમેરા સમક્ષ ખુદ આ ખેલાડી એ સ્વીકાર્યું છે ખૂબ નિંદનીય બાબત કહી શકાય કે બ્લાઇનડ ખેલાડી ઓ સાથે પણ મદદ કરવા ના નામે ગંદી રાજનીતિ કરાઈ રહી છે આવા ખેલાડી જે પ્રતિભાશાળી છે તેમને યોગ્ય મદદ કરવી જોઈએ સન્માન કરવું જોઈએ એ જ સમય ની માંગ છે ..