રેલવેના 28 લાખ બેંકમાં ભરવા જતા બે ઈસમો અકસ્માત કરી બેગ ચોરી ગયા હોવાનું જણાવનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો વધુ બે ઝડપાયા

0
164

વલસાડ ડીએસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં DSP ડો. રાજદિપસિંહ ઝાલાએ આપેલી માહિતી મુજબ તા.૨૫/૧૦/૨૦૨૧ નાં રોજ ડાડCO કંપનીનાં કેશીયર દર્શનભાઇ રાજેશભાઇ માહયાવંશીએ ગોલવડ , ઉમરગામ , સંજાણ , ભીલાડ , કરમબેલી , વાપી અને ઉદવાડા રેલ્વે સ્ટેશન ટીકીટ બારી ઉપર રૂપિયાનું કલેકશન રૂપિયા ૨૫ થી ૩૦ લાખ જેટલી રકમ થેલામાં ભરી ઉદવાડા રેલ્વે સ્ટેશન ઉપરથી મોટરસાયકલ ઉપર બેસી વાપી ડBI બેંકમાં જમા કરાવવા જતો હતો. તે વખતે બપોરનાં સવા ત્રણેક વાગ્યાનાં અરસામાં બગવાડા ગામે મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા પડી ગયો હતો. દરમિયાન બે અજાણ્યા હેલ્મેટ પહેરેલ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર આવી રૂપિયા ભરેલ બેગની ચોરી કરી લઇ ગયાં હતાં. પોલિસને જાણ કરતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ ગુન્હામાં મોટી રકમની ચોરી થયેલ હોય સદર ગુનામાં વી.બી.બારડ, પો.ઇન્સ, SOG, વલસાડ તથા જે.એન.ગોસ્વામી, પો.ઇન્સ, LCB, વલસાડએ ટેકનીકલ સર્વેલન્સથી માર્ગદર્શન પુરૂ પાડી પો.સ.ઇ સી.એચ.પનારા , રાજદીપસીંહ વનાર, પો.સ.ઇ LCB, વલસાડ તથા તેમની ટીમ તેમજ પો.સ.ઇ એલ.જી.રાઠોડ, પો.સ.ઇ SOG વલસાડ તથા તેમની ટીમ અને કે.એમ.બેરીયા, પો.સ.ઇ, પારડી પોલીસ સ્ટેશન તથા તેમની ટીમએ સંયુકત તપાસ હાથ ધરી ફરીયાદીની વિશેષ પુછપરછ કરતાં તેની વર્તણુક શંકાસ્પદ જણાતા તેની ટેકનીકલ સર્વેલન્સ તથા યુકતિ પ્રયુકતિથી ઉડાણપુર્વક પુછપરછ કરવામાં આવતા ફરીયાદી ભાંગી પડ્યો હતો.

અને તેણે પોતે તેમનાં સાગરીતો સાથે મળી આ ચોરીના ગુનાને અંજામ આપેલાની કબુલાત કરતા આ ગુન્હામાં સંડોવાયેલ સહઆરોપીઓની તપાસ કરતા મળી આવતા ફરીયાદી ડISCO કંપનીનાં કેસીયર દર્શનભાઇ રાજેશભાઇ માહયાવંશી તથા અન્ય બે આરોપીઓ નૈતિક પ્રદીપભાઇ પ્રેમાના (રહે. દહેરી, ગોવાડા, રામવાડી, તા.ઉમરગામ, જી.વલસાડ તથા મનિષભાઇ ચીમનભાઇ માહયાવંશી (રહે. દહેરી, ગોવાડા,રામમંદિર, તા . ઉમરગામ જી.વલસાડ) ની ધરપકડ કરી હતી.

તેમની પાસેથી ચોરીમાં ગયેલાં રોકડા રૂ. ૨૮,૫૦,૫૯૯ પોલીસે રીકવર કર્યા હતાં. ૨૮ લાખની ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાએ તમામ પોલીસ અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here