આદિવાસી ક્ષેત્રમાં જાતિના દાખલા બાબતે લોકોનો આક્રોશ જોતા નિયમોમાં સરળતા કરવા ધરમપુરના ધારાસભ્યની મંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી
વલસાડ જિલ્લાના ધ૨મપુ૨- કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલા બાબતે લોકોને પડી રહેલી મુશ્કેલી બાબતે આજે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને એક પત્ર પાઠવી આ કાયદામાં સુધારો કરવામાંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવિંદભાઈ પટેલે પાઠવેલા
પત્રમાં જણાવ્યું છે કે, પાછલા ઘણા વખતથી આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને અનુસૂચિત જનજાતિના લોકોને દાખલા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સરકાર દ્વારા હાલમાં લાગુ કાયદા મુજબ સરકારી નોકરી તથા અન્ય યોજનાઓના લાભો લેવા માટે આદિવાસીઓને જાતિના દાખલા લેવાની જરૂર પડે છે અને આ દાખલો મેળવવા માટે ૩૭ થી વધારે પુરાવાઓ તંત્ર દ્વારા માંગવામાં આવે છે જે રજૂ કરવાઆદિવાસીઓ માટે ઘણા મુશ્કેલી નીવડી રહ્યા છે. તેથી આ અંગે આદિવાસી સમાજમાં એવી માંગણી ઉઠી છે કે, સરકાર જાતિના દાખલા બાબતે જરૂરી
પુરાવાઓ રજૂ કરવાની પ્રક્રિયા સરળ અને ઓછી કરે. આ અંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સમક્ષ પણ ઘણી ફરિયાદો આવતી હોવાથી તેમણે આદિજાતિ વિકાસ મંત્રીને આ કાયદામાં સુધારો કરી સરળતાથી દાખલા મળે એ મુજબનો પરિપત્ર કરાવવા માટે અનુરોધ કર્યો છે.