ધરમપુર ના અંતરિયાળ ગામોમાં છેલ્લા કેટલાક સમય થી સલામત સવારી એસ ટી અમારી સેવા બંધ થઈ જતા ઊંડાણ ના ગામોમાં રેહતા વિધાર્થીઓ અને રોજિંદા કામે જનારા મુસાફરો ને સાંજે પોતાના ઘરે જવા માટે ભારે મુશ્કેલી પડી રહી હોય મોહના કાઉચાળી ગામના સ્થાનિકો દ્વારા સાંજે 5.30 બાદ ધરમપુર ડેપો થી મોહના કાઉચાલી ગામે બસ સેવા શરૂ કરવા માટે ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ ના લેટર પેડ અને જિલ્લા પંચાયત ના શિક્ષણ સમિતિના ચેરમેન નિર્મળા બેન જાદવ ના લેટર પેડ ઉપર રજુઆત મૂકી લેખિત રજુઆત ડેપો મેનેજર ને આપી જણાવ્યું કે જો બસ શરૂ કરવામાં આવે તો ઊંડાણ જ ગામો વેરી ભવાડા,મેણધા,ધાકવડ, નંદગામ,મોહના કાઉચાલી, ચિચવાડા, નાની કોરવડ, ના 300 થી વધુ વિધાર્થી અમે રોજિંદા કામદારો ને સાંજે ઘરે પરત ફરવા માં મુશ્કેલી દૂર થાય એમ છે