કપરાડા માં પકડાયેલ કેમિકલ ટેન્કર મંગલમ ડ્રગ્સ ઓર્ગેનિક કંપનીના ,મેનેજર સહિત 4 સામે ફરિયાદ નોંધાતા ચકચાર

0
429

કપરાડા તાલુકા માં થોડા દિવસ પૂર્વે વહેલી પરોઢિયે કુંભ ઘાટ નજીક ટેન્કર માં કેમિકલ ભરી માર્ગ નજીક માં ટેન્કર ધીમી ગતિ એ ચલાવી તેનો વાલ્વ ખોલી દઈ ખુમ્ભ ઘાટ ચડતા આખું ટેન્કર વરસાદી પાણી ની જતી ગટર માં ખાલી કરી દેવાનું કૌભાંડ ચાલતું હતું જે અંગે સ્થાનિકો ને જાણકારી મળતા લોકોએ વહેલી પરોઢિયે 4 વાગ્યે ફિલ્ડિંગ ગોઠવી હતી અને તેમાં ટેન્કર ચલાક ને કેમિકલ ખાલી કરતા રંગે હાથે ઝડપી લીધો હતો જે બાદ પોલીસ ને હવાલે કર્યો હતો જોકે સમગ્ર તપાસ બાદ આખરે ટેન્કર ચલાક ટ્રાન્સપોટર અને કંપની ના પર્યાવરણ સેફટી મેનેજર,મેનેજર તેમજ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સામે ખુદ કપરાડા ના પી એસ આઈ ડાભી એ ફરિયાદ નોંધી છે જેને પગલે કંપની માંથી ગેરકાયદેસર કેમિકલ લાવી ને ગ્રામીણ કક્ષા એ ખાલી કરનાર માં ફફડાટ ફેલાયો છે 

કપરાડા પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ કપરાડા પોલીસ મથક ના પી એસ આઈ જ્યેન્દ્ર સિંહ ડાભી એ વાપી જી આઈ ડી સી માં આવેલી મંગલમ દ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ કંપની ના મેનેજર પિયુષ રણછોડ દેસાઈ રહે વલસાડ,કંપની ના એનવાયરલ મેન્ટ એન્ડ સેફટી મેનેજર પ્રદીપ બદ્રીનાથ મિશ્રા રહે ચામુંડા ડ્રિમ સીટી છીરી,તેમજ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ કમલ ઈશ્વર વશી રહે વાપી ગુંજન,સાથે જ સ્પેસિફિક પેટ્રોકેમિકલ ના મલિક માનીંદર ઉર્ફે સરદારજી સામે તેમજ ટેન્કર ચાલક કાલુ રોહન સિંગ સોલંકી સામે પ્રયવર્ણ સંવારક્ષણ અધિનિયમ 1986 ની કલમ 15 અને 16 મુજબ તેમજ ઇ પી કો કમલ 465,468,471,277,284,114 મુજબ ગુન્હો નોંધી તમામ ને ધરપકડ માટે ના ચક્રો ગતિમાન કર્યા છે મહત્વ નું છે કે મંગલમ ડ્રગ એન્ડ ઓર્ગેનિક કંપની દ્વારા કેમિકલ ટેન્કરો માં ભરી કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં પર્યાવરણ ને દૂષિત કરવા માટે ની કામગીરી રવામાં આવતી હતી જે માટે કંપની દ્વારા ટેન્કર ના મલિક ને લીટર દીઠ 3 રૂપિયા 20 પૈસા ચુકવવામાં આવતા હતા જે પોલીસ તપાસ માં બહાર આવતા આખરે કપરાડા પી એસ આઈ એ ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here