ઊંટ સવારી નો આનંદ લેવો હોય તો આવો ધરમપુર થી નાનાપોઢાને જોડતાં ને.હા.નં.૫૬ ઉપર

0
237

ધરમપુર થી નાનાપોઢા સુધી જોડતાં નેશનલ હાઈવે 56 ઉપર ચોમાસુ ગયા બાદ એટલી હદે ખાડા પડી ગયા છે કે અહીંથી પસાર થનારા વાહનચાલકો માટે હાથ દઈને એવું બોલતા સંભળાઈ રહ્યા છે કે બાઈક ઉપર જવા કરતાં તો ચાલતા જવું સારું નેશનલ હાઇવે નંબર 56 ઉપર પડેલા મોટા મોટા ખાડા પૂરવામાં નેશનલ હાઈવે ઓથોરીટીને પણ સહેજ પણ રસ ન હોય તેવું જણાય છે જેના કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે એમાં પણ ધરમપુર નજીકમાં આવેલા કાકડકુવા થી બારોલીયા સુધીનો માર્ગ બે કિલોમીટર માં એટલી હદે મોટા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને મંથર ગતિએ પસાર થવાની ફરજ પડી રહી છે અને અનેક વાહનચાલકોને પંચર જેવી ઘટનાઓ કે વાહનો breakdown થવા જેવી ઘટનાઓ બની રહી છે આ માર્ગનો ઉપયોગ ધરમપુરના ધારાસભ્યએ કપરાડાના રાજ્યકક્ષાના પ્રધાન સાંસદ શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના પ્રમુખ પણ કરે છે પરંતુ તેઓને આ ખાડા આંખે ઊડીને નયન પટેલ ઉપર દ્રશ્યમાન થતા નથી એવું જણાય છે જેના કારણે સામાન્ય જન અને પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડા ન પુરાતા હોય ત્યારે પ્રજામાં એવી ચર્ચાનો દોર છે કે રાજકારણીઓનું પણ વહીવટીતંત્ર સામે કાંઈ ઉપજતું નથી તેથી જ આ ખાડા પુરાતા નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here