ધરમપુર ખાતે આવેલ હોમગાર્ડ કચેરી માં છેલ્લા કેટલાક સમય થી હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા સાજન ભાઈ ભાયલું ભાઈ ગાંવીત દ્વારા તેમના હાથ નીચે કામ કરતી મહિલા હોમ ગાર્ડ ને ફરજ પૂર્ણ થયા બાદ ઓફીસ માં બિલાવી હાથ પકડી લેતા અને નજીક આવી વાતચીત કરતા હોય અને જો કોઈ તેમને વિરોધ કરે તો ફરજ ઉપર બ્રેક લગાવી દેતા હતા વળી વારંવાર ફોન કરી ને પોતાને ખુશ રાખવા જણાવતા હતા તેમજ તેમની સાથે બે ફરવા માટે આવવા જણાવી બીભત્સ માંગણી કરતા હોવાની ફરિયાદ એક મહિલા હોમગાર્ડ દ્વારા ધરમપુર પોલીસ મથકમાં કરવમાં આવી છે જેને પગલે સમગ્ર હોમગાર્ડ બેડા માં ચકચાર મચી ગઇ છે જોકે ફરિયાદી મહિલા હોમગાર્ડ દ્વારા ગત તારીખ 23- 10- 21કરેલા ફોન કોલ પુરાવા રૂપે હોમગાર્ડ કમાન્ડર ના ફોન કોલ રેકોર્ડ કરેલ હોય સમગ્ર હકીકત બહાર આવતા ધરમપુર પોલીસે સાજન ભાઈ ભાયલું ભાઈ ગાંવીત સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ ધરમપુર પી એસ આઈ સુનિલ પરમાર કરી રહ્યા છે ..