કપરાડા સરવરટાટી ગામે ગારમેન્ટ મેકિંગ તાલીમ બાદ 30 બહેનો ને સિલાઈ મશીન અપાયા

0
415

ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત વર્ષ 2020 માટે ગારમેન્ટ મેકિંગ તાલીમ વર્ગ કીટ સાથે નો પ્લાન કપરાડા તાલુકાના સર્ટી ગામે સ્કૂલ ફળિયામાં શરૂ કરવામાં આવ્યો હતો જેને કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું હતું આજે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બી સી પટેલ મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ વિભાગ વલસાડ દક્ષિણ ગુજરાત ગ્રામ વિકાસ મંડળ બીલપુડી ના પ્રમુખ નવિનભાઇ ભોયા ગુજરાત પ્રદેશ બીજેપી આદિજાતિ રમત ગમત મંત્રી ઈશ્વર ગાયકવાડ સતીશ ભાઈ ધૂમ ટ્રેનર,જશોદા નરોત્તમ ચેરીટેબલ ટ્રસ્ટ ના ફિલ્ડ સુપરવાઈઝર લલિતા બેન ચૌધરી,ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમ્યાન ગારમેન્ટ મેકિંગ તાલીમ લેનારી 30 બહેનો ને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું હતું 
મહત્વનું છે કે કપરાડા તાલુકાના બોર્ડર વિલેજ માં મહિલાઓ પગભર બની શકે તેવા હતું થી આવા કલાસીસ શરૂ કરવામા આવ્યા છે જેથી ગ્રામીણ ક્ષેત્રે મહિલા ને રોજગાર મળી શકે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here