કપરાડાના ખૂટલી ગામે વાવાઝોડા સાથે વરસાદ થતાં કેળાના પાક ને થયુ ભારે નુકશાન

0
531

કપરાડા ધરમપુર માં મોડી સાંજે આવેલ તીવ્ર પવન અને વાવાઝોડા સાથે ના વરસાદ ને પગલે ખેતરોમાં ઉભા પાક ને નુકશાન પોહચ્યું છે ખેતર માં કેળાના ઉભા પાક સાથે વૃક્ષો પવન ને પગલે ધરસાઈ થતા કેળા નું લુમ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો નો ફરી નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે ..
કપરાડા વિસ્તારમાં આવેલ આમધા ખૂટલી જેવા ગામોમાં આજે મોડી સાંજે કડાકા ભડાકા અને તીવ્ર વાવાઝોડા સાથે આવેલ વરસાદે ખેતરો માં ભારે તારાજી સર્જી છે મોટા ભાગે ખેતરો માં કેળા ના ઉભા પાક ને નુકશાન થયું છે તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવન ને કારણે કેળા ના ઝાડ ધરસાઈ થઈ ગયા છે તો કેળ ઉપર લાગેલી તૈયાર ફળો ની લુમ પણ વરસાદી પાણી આ પલળી જતા જમીન ઉપર પટકાતા ખેડુતો ને કુદરત નો માર શહન કરવાનો વારો આવ્યો છે ખેડુતો ની માંગ છે કે સરકાર નુકશાન ને લઈ કોઈ વળતર પેકેજ જાહેર કરે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here