કાપરડા ના એક પર રાજકારણી હજુ સુધી મૃતકના પરિજનો સાંત્વના આપવા પણ પોહચ્યા નથી
કપરાડાના પીપલ સેત ગામના વિધાર્થીનું ખેરગામ ની આશ્રમશાળા માં અપ મૃત્યુ થયું હોય તેના પરિવાર ને સાંત્વના આપવા તેમજ તેના મૃત્યુ પાછળ જે પણ કોઈ દોષિત હોય એની સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય એવા પ્રણ સાથે આજે વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી એકતા પરિસદ ના કમલેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયત કપરાડા ના વિરોધ પક્ષના સભ્ય કુંજાલી પટેલ સહિત તમામ આદિવાસી સમાજના અગ્રણીઓ એ પીપલ સેત ગામે મૃતકના પરિવાર ની મુલાકાતે પોહચ્યા હતા જ્યાં નિર્ણય કરવામાં આવ્યો કે હવે પછી કોઈ પણ આદિવાસી યુવાન સાથે આવી ઘટના નું પુનરાવર્તન ન થાય તે માટે વિશેષ અદિવાસી સંમેલન નું આયોજન કરવામાં આવશે સાથે જ મૃતક ના પરિવાર ને જણાવ્યું કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોત નું કારણ જાણી શકાશે એવું પી એસ આઈ જણાવ્યું હતું જોકે ધારાસભ્ય અનંત પટેલે પરિવાર ને આશ્વાસન આપ્યું હતું કે ઘટના માં જે પણ દોષિત હશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આંદોલન કરવા પડે તો પણ સમગ્ર જિલ્લાનો આદિવાસી સમાજ મૃતક પરિવાર ની સાથે રહેશે આજે અનેક આદિવાસી અગ્રણીઓ પરિવાર જનો ની મુલાકાત લીધી હતી