સેલવાસ. ભાજપ એસસી મોર્ચાના સેલવાસ જિલા ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતને વફાદારીનું ઈનામ મળ્યું છે. કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ગુલાબ રોહિતને શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇંડિયા લિમિટેડનાં નૉન ઑફિશિયલ ડાયરેક્ટર બનાવ્યુ છે.
કેન્દ્રીય જહાજ મંત્રાલયનાં અધિકારી ચંદન કુમારે ગુલાબ રોહિતને ઈમેલ કરી આ અંગે જાણકારી આપી છે.બહુ જલ્દી તેમણે એપ્વાઇંટમેંટ લેટર મળશે. ગુલાબ રોહિત ૨૦૧૨ થી રાજકારણમાં સક્રિય છે.આ દરમિયાન ગુલાબ રોહિતે પોસ્ટર લગાવાથી લઈને પ્રેસિડેંટ અને નૉન ઑફિશિયલ ડિરેક્ટર સુધી પહોંચ્યા છે. ગુલાબ રોહિત લોકસભા ચુંટણીનાં હિસાબ-કિતાબ લખવામાં માહિર છે.
ગુલાબ રોહિતે ભાજપનાં સંનિષ્ઠ કાર્યકર તરીકે કાર્ય કરતાં રહે છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, એસસી મોર્ચાના રાષ્ટ્રીય પ્રભારી અશોક ખટ્ટરમલ બન્ને સેલવાસ મુલાકાતમાં તેમણે શાબાશી આપી છે. ગુલાબ રોહિત વર્ષોથી પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા, શિક્ષા પ્રસાર, જનજાગૃતિ અને જન સમસ્યાઓ ઉપર પ્રશાસનનાં ધ્યાન દોરતાં આવ્યા છે.