
ધરમપુર ના પૂર્વ વિસ્તાર માં આવેલા જાગીરી ભવાડા સાવરમાલ જામલિયા બોપી,બરડા જેવા ગામોમાં છેલ્લા ત્રણ દિવસ થી ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો છે આજે વહેલી પરોઢિયે 4 વાગ્યે ફરી થી 2.5 મેગ્નિટ્યુડ નો ભૂકંપનો આંચકો આવતા આસપાસ ના 20 થી વધુ ગામોના લોકોએ ધારા ધ્રુજી હોવાનો અનુભવ કર્યો છે તો બીજી તરફ ગુજરાત સિસમોલોજી વિભાગ ની ઓફિસયલ વેબસાઈટ અનુસાર ધરમપુર તાલુકામાં અને વલસાડ થી 44 કિમિ દૂર આવેલા પૂર્વ વિસ્તાર માં જમીન માં 73 કિમિ ઊંડાઈ ઉપર ભૂકંપ નું કેન્દ્ર બિંદુ હોવાનું સિસમોલોજી વિભાગે નોંધ્યું છે ત્યારે ભૂકંપના આંચકા ને પગલે લોકોમાં ભય નો માહોલ જોવા માલી રહ્યો છે ..