મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના નિર્માણ અર્થે રાત્રી બેઠક નું થયું આયોજન

0
375

ધોધમાર વરસાદ વચ્ચે સાકાર વાંચન કુટીર શરૂ કરવા બાબતે મરઘમાળ મુકામે રાત્રિ મિટિંગઆજ રોજ ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે  ગામના પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે  સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે એક રાત્રિ મિટિંગનું આયોજન હાલ પડી રહેલા ભારે વરસાદની વચ્ચે કરવામાં આવ્યું.   

 RAINBOW WARRIORS DHARAMPUR ના કો.ઑ તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક શંકર પટેલે આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની અગત્યતા  વિશે સમજ આપી વાંચન કુટીરના મહત્વ વિશે વાત કરી દશેરાના શુભ દિને  સ્વ. દિનેશભાઈ એન. પટેલ (GES-2) ના સ્મરણાર્થે સાકાર વાંચન કુટીર શરૂ બાબતે ચર્ચા કરી ગામના સૌ આગેવાનોની સહમતીથી વાંચન કુટીર શરૂ  કરવાનું નક્કી કરવામાં આવ્યું.        

   આ પ્રસંગે ગામના સરપંચ રાજેશભાઈ,  સુરેશભાઇ, માજી સરપંચ કિરણભાઈ(નાની ઢોલ ડુંગરી) , તનકેશ્વરીબેન દૂધડેરી પ્રમુખ તથા phc  હનમતમાળ, સા.કાર્યકર રજનીકાંતભાઈ , શિક્ષકશ્રી અનિલભાઈ ગરાસિયા,  મરઘમાળ ગામના યુવાનો આગેવાનો તથા  RAINBOW WARRIORS DHARAMPUR ગ્રુપના સભ્યો ઉમેશ પટેલ , અંકિત પટેલ, મેહુલ નાયકા, પાર્થ પટેલ , મિતેશ પટેલ તથા નાની ઢોલડુંગરી ગામના મિત્રો  મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here