ખાનગી કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. તેના કારણે રેસ્ટોરંટ, ઢાબા વગેરેમાં ભોજન મોંઘુ બને એવી શક્યતા ઓ વર્તાઈ રહી છે
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1736.5 રૂપિયાનો થઈ ગયો છે. પહેલા તે 1693 રૂપિયા હતો.
આ સાથે જ સરકારે કુદરતી ગેસના કિંમત માં પણ 62 ટકા નો વધારો કરવાની જાહેરાત કરી હોય કુદરતી ગેસ નો ઉપયોગ ખાતર બનાવવા,સી એન જી માં અને વીજ ઉત્પાદન માં થતો હોય 62 ટકા વધારા ની સીધી અસર આ તમામ વસ્તુ ઓ પર પડી શકે છે એટલે કે ખાતર ,સી એન જી ,અને વીજ ઉત્પાદન ના ભાવો વધારો નોંધાઈ શકે છે ..
રાંધણ ગેસ માં ભાવ વધારો થયો નથી ..