વલસાડ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદ અને ગુલાબ નામનું વાવાઝોડું ફૂંકાવાની હવામાન વિભાગે કરતા આગાહી કરી હતી વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે એ જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવચેતી આપવામાં આવી હતી . વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા નાનીદાતી તેમજ કકવાડી ગામની પ્રાથમિક શાળામાં એનડીઆરએફની ટીમ સી/6 દ્વારા પ્રાથમિક શાળામાં ભણતાં બાળકો ને કુદરતી આપત્તિ મા મેડિકલ ફર્સ્ટ રિસ્પોન્ડર ( M_F_R )C S S R ,પૂર,ધરતીકંપ,વાવાઝોડું ,સાપ કરડવા , લાઇટિંગ , ચક્રવાત , સુનામી અને કોવિડની ઘટનાઓ દરમિયાન પંચના સભ્યો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ શું કરી શકે છે અને શું નહીં તે અંગે જાગૃત વિદ્યાર્થીઓને NDRF ટીમ દ્વારા માહિતી આપવામાં આવે છે 19 કુદરતી આફતો વખતે યોગ્ય વર્તક અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવું ઘરે ઉપલબ્ધ સંસાધનો / વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલા કેટલાક જીવન બચાવના ઉપકરણો અંગે ડેમો પણ આપ્યો હતો ndrf ટીમે કેટલીક પ્રાથમિક સારવાર તેકનીકોનું પ્રદર્શન કર્યું હતું 6.NDRF વડોદરા INSP ભરત કુમાર માર્યા અને તેમની ટિમ,સરપંચ અમૃત ભાઈ , આચાર્ય શૈલેષ ભાઈ ટી.પટેલ બીઆરસી કો ઓડિનેટર મિતેશ એન પટેલ , સી.આર.સી.કો – ઓર્ડીનેટર ઉત્તમ ભાઈ બી પટેલ , ડેપ્યુટી સરપંચ અર્જુનભાઈ શાળાના શિક્ષકો , વિદ્યાર્થીઓ ગામના રહીશો , એનડીઆરએફની ટીમ , આગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથેજ વાપી ખાતેની S.nss.કોલેજમાં પણ કુદરતી આફતથી બચવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો