સમગ્ર વિશ્વમાં અનેક લોકો એ પોતાના જીવ કોરોના કાળ માં ગુમાવ્યા છે અને હજી પણ કોરોના ગયો નથી અને ધીરે ધીરે હવે ફરી કોરોના ના વલસાડ જિલ્લામાં માથું ઊંચકી રહ્યો છે આજે જિલ્લામાં કુલ 6 જેટલા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે 5 કેસ વલસાડ તાલુકામાં 3 પુરુષ 2 મહિલા નોંધાયા છે જ્યારે એક કેસ મહિલા પારડી તાલુકામાં સામે આવ્યો છે જોકે હજુ દાખલ દર્દી ઓ ની સંખ્યા 30 હોવાનું જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ની એક યાદી માં જણાવ્યું છે
જોકે જે રીતે જિલ્લામાં કેસ વધી રહ્યા છે તે જોતા લોકો એ કોવિડ 19 ના નિયમોનું પાલન કરવુ ખૂબ જરૂરી બની ગયું છે ..