કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં નવ સર્જન પેનલનો ભવ્ય વિજય

0
401

કપરાડા તાલુકામાં આજે પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી કપરાડા ખાતે નવસર્જન પેનલ અને એકતા ગરિમા પેનલ વચ્ચે યોજાઈ હતી જેમાં કુલ 1323 જેટલા મતદાર શિક્ષકો એ મતદાન કરતા 87 ટકા મતદાન નોંધાયુ હતું જેમાં મોડી રાત્રે 8 વાગ્યે પરિણામ જાહેર થતા નવસર્જન પેનલ ના તમામ ઉમેદવારો નો વિજય થયો હતો જેમાં પ્રમુખ પદ માટે ઉભેલા નવસર્જન પેનલ ના ઉમેદવાર બિપિન કુમાર ઠાકોર ભાઈ પટેલ ને 752 મત જ્યારે એકતા ગરિમા પેનલ માં પ્રમુખ પદ માટે ઉભેલા હરેશ લલ્લુ ભાઈ પટેલ ને 514 વોટ મળ્યા હતા એટલે કે 238 મતો એ નવસર્જન પેનલના બિપિન પટેલ નો વિજય થયો હતો ઉપર પ્રમુખ માટે ઉભેલા એકતા ગરિમા પેનલ માં આઇતુલ ભાઈ પાડવી ને ..543.જ્યારે નવ સર્જન પેનલ માં ઉપ પ્રમુખ માટે ઉભેલા ઉમેદવાર અજય પટેલ ને 738 મતો મળ્યા હતા તો મહા મંત્રી પદ માટે નવ સર્જન પેનલ માં ઉભેલા મિતેષ પટેલ ને 760,દિનેશ એમ ગાંવીત ને 763,કિરણ કુમાર ભરસટ ને 868 મતો મળતા નવસર્જન પેનલ ના તમામ ઉમેદવારો નો વિજય થયો હતો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here