જાતિ ના દાખલા કાઢવા માટે સરકાર ના નવા નિયમો મુજબ 41 પુરાવા આપવાના રહે છે જેમાં 4 પેઢીના પેઢીનમાં અને દાદાના શાળા છોડ્યા ના પ્રમાણ પત્રો પણ ફરજિયાત હોય કપરાડા ના આદિવાસી વિસ્તાર માં ચાર પેઢીના પેઢીનામાં આદિવાસી સમાજ ના લોકો રજૂ કઇ રીતે કરી શકે મોટા ભાગે અહીં લોકો નિરીક્ષર હોય છે માત્ર એક થી 7 ચોપડી ભણેલા હોય ત્યારે જાતિના દાખલા માટે રજુ કરવાના થતા પૂરાવા શાળાનું પ્રમાણ પત્ર એ પણ દાદા અને પર દાદા નું મેળવવા માં કેટલી મુશ્કેલી પડી શકે એમ છે ત્યારે આ ઉભી થતી સમસ્યા અંગે કપરાડા તાલુકાના પંચાયત ના 18 જેટલા સભ્યો (વિપક્ષ સહિત) મામલતદારને આવેદન પત્ર આપી ને જણાવ્યું છે કે સ્થાનિકો ને સરકાર ના નવા નિયમ મુજબ જાતિના દાખલા માટે મુશ્કેલી પડી શકે એમ છે ત્યારે જુના નિયમ મુજબ જાતિના દાખલા કાઢી આપવામાં આવે એવી માંગ તાલુકા પંચાયત કપરાડા ના કારોબારી સભ્ય ધાયત્રી બેન ના લેટર પેડ ઉપર આવેદન પત્ર મામલતદાર કપરાડા ને સોંપવામાં આવ્યું છે આ આવેદન પત્ર આપવા સમયે વાડી તાલુકા પંચાયત બેઠક ના સીતારામ ભાઈ સહિત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે જનતા પ્રતિનિધિ હોવાને લઇ ને જાતિ ના દાખલા માટે પડતી મુશ્કેલી અંગે લોકો અમને સવાલ કરી રહ્યા છે તેમજ લોકોને પડતી મુશ્કેલી માટે જન પ્રતિનિધિ તરીકે આમરે જ તંત્ર સામે પ્રશ્નો રજુઆત કરવાની રહે છે આજે અમે મામલતદાર સમક્ષ જાતિના દાખલા માટે આવેલા નવા પરિપત્ર માં મંગવામાં આવેલા પુરાવા 41 જેના વિરોધ કરતા આવેદન પત્ર આપી જણાવ્યું છે કે આદિવાસી સમાજના લોકોને ચાર ચાર પેઢીના પેઢીનામાં અને શાળાના પ્રમાણ પત્રો ક્યાં થી લાવશે કારણ કે આદિવાસી વિસ્તાર માં લોકો મોટા ભાગે શિક્ષણ અધૂરું છોડી ને મજૂરી કામે જતા હોય છે ત્યારે આવા સમયે તેમની પાસે પુરાવા જન્મ મરણ ના પ્રમાણ પત્રો પણ હોતા નથી આવા સમયે પૂરવા રજૂ કરવા તેમના માટે મુશ્કેલ ભર્યું છે ત્યારે જાતિ નો દાખલો કઢાવવો તેમના માટે લોખંડ ના ચણા ચાવવા બરાબર થઈ શકે એમ છે ..