વલસાડ એસ ટી ડેપો થી બારસોલ જતી મીની બસ ને સારંગ પુર ગામ નજીક નડ્યો અકસ્માત, પીકઅપ માં સવાર 22 મજૂર ને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ધરમપુર ખસેડવામાં આવ્યા છે
વલસાડ એસ ટી ડેપો થી બારસોલ જવા માટે મુસાફરો ને ભરી ને જતી એસ ટી બસ ને સારંગપુર ગામે અકસ્માત સર્જાયો હતો સામે થી મુસાફરો ભરી ને આવતી પીકઅપ ટેમ્પો માં બસ અથડાતા પીકઅપ માં સવાર 22 મજૂરો ને નાની મોટી ઈજાઓ થઈ હતી ઘટના બનતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને 108 ને જાણકારી આપતા 108 એમ્બ્યુલન્સ ની 3 ટિમ સ્થળ ઉપર પોહચી ઇજા ગ્રસ્તો ને સારવાર માટે ધરમપુર ની સ્ટેટ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે ઘટના માં એસ ટી બસ ચલાક અને કંડકટર ને પગ ના ભાગે ઈજાઓ પોહચી હતી વહેલી સવારે બનેલી ઘટના ને પગલે ચકચાર મચી ગઇ હતી