કપરાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા કપરાડાના ઊંડાણ ના ગામ એવા પાંચ વેરા અને કેડધા પ્રાથમિક શાળામાં આકસ્મિક મુલાકાત લેતા કોઈ પણ કારણ વિના કે આગોતરી જાણકારી વિના કેટલાક શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે આકસ્મિક ચેકીંગમાં સ્કૂલોમાં ન આવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને હકીકત બહાર આવતા તાલુકા વિકાસ અધિકારી પણ ચોંકી ગયા હતા મહત્વનું છે કે કપરાડા વિસ્તારમાં આવેલી અનેક ઉંડાણના ગામની શાળાઓમાં નિયમિત રીતે શિક્ષકો ગેરહાજર રહેતા હોય છે જેના કારણે અનેક શાળાઓ સમય કરતા પહેલા બંધ થઇ જતી હોય છે અથવા તો અઠવાડિયામાં માત્ર બે દિવસ સ્કૂલોના તારા કરતા હોય છે ત્યારે લોકોની ફરિયાદ બાદ તાલુકા વિકાસ અધિકારીએ અચાનક મુલાકાત લેતા ગેર હાજર શિક્ષકો આબાદ ઝડપાઇ ગયા હતા જે બાદ તાલુકા વિકાસ અધિકારીએ દિલ ત્રણમાં ગુજરાતી ઘેર હાજર રહેલા શિક્ષકોને ખુલાસો કરવા માટે જાણકારી છે તેમજ નિયમિત રીતે શાળામાં બેદરકારી દાખવતા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને લેખિતમાં જાણકારી આપી છે
મહત્વનું છે કે શિક્ષણ વિભાગ માં પ્રાથમિક શિક્ષણ વિભાગ ખૂબ જ અગત્યનું હોય છે એમાં પણ તાલુકા શિક્ષણ અધિકારી અને સી.આર.સી દ્વારા શાળામાં આવતા શિક્ષકોને દેખરેખ રાખવાની થતી હોય છે પરંતુ અહીં તો સી.આર.સી અને તાલુકા વિકાસ અધિકારી જ બેધ્યાન બનીને બેઠા હોય તો શિક્ષકો તો પોતાની મરજીના માલિક છે અને જેની સીધી અસર કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષણ ઉપર પડી રહી છે ત્યારે અહીના સી.આર.સી દ્વારા પણ દાખવવામાં આવેલી બેદરકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે કારણ કે જો સી.આર.સી દ્વારા આવા શિક્ષકો ઉપર દેખરેખ રાખવામાં આવી હોત તો કદાચ તાલુકા વિકાસ અધિકારીએ આકસ્મિક મુલાકાત કરવાની ફરજ પડી ન હોત