વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોવિડ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર રાત્રી રસીકરણ સેશનનું ઉદ્ધાટન કર્યું હતું.
જેમાં પેસંજેરોની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ર્ડા. અનિલ પટેલ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને રેલ્વે વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.