ધરમપુરના ભેંસધરા આશ્રમનજીક થી લાવરી નદીના બ્રિજ થી તણાયેલા શિક્ષકની લાશ વલસાડના બિનવાડા નજીક પાર નદી માંથી મળી 

0
235

બે દિવસ થી વરસી રહેલા વરસાદ ને પગલે ધરમપુર અને તેની આસપાસ ની તમામ લોકમાતા ઓ બંને કાંઠે વહી રહી છે ત્યારે નવસારી વિજલ પોર ખાતે રહેતા અને ધરમપુર ભેંસધરા ખાતે આવેલ ભૈરવી આશ્રમ શાળામાં ઇંન ચાર્જ આચાર્ય અને શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશ ગણપત ભાઈ ટંડેલ લાવરી નદીના કોઝવે ઉપર ફસાયેલ લાકડા અને કચરો નદીના પાણી વચ્ચે પોહચી ને કાઢવા જતા પગ સ્લીપ થઈ જતા લાવરી નદીના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા જે અંગે ધરમપુર પોલીસ માં જાણવા જોગ દાખલ થતા તેમની શોધખોળ ધરમપુર પોલીસ અને ફાયર વિભાગ દ્વારા નદીના વહેંણ માં હાથ ધરવામાં આવી છે મહત્વ નું છેકે હિતેશભાઈ ટંડેલ ના ચાર માસ અગાઉ જ લગ્ન થયા હોય તેમની પત્ની અને પરિજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો હતો જોકે ૨૪ કલાક બાદ શિક્ષક હિતેશભાઈ ટંડેલ ની લાશ વલસાડના બિનવાડા ખાતે આવેલા પાર નદીના પટ માંથી મળી આવી છે જે અંગે બિનવાડા ગામના અગ્રણીઓ દ્વારા વલસાડ રૂરલ ને જાણકારી આપતા વલસાડ પોલીસે લાશ નો કબજો લઇ ને પી એમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here