ખબરદાર વેબ
સ્ટેટ હાઈવે હોવા છતાં રોડ માં ખાડા કે ખાડા માં રોડ એ કેહવું મુશ્કલે
વરસાદ માં થોડા નવા રોડ બની શકે અધિકારી ઓના ઉડાઉ જવાબ
સરકારી અધિકારી જે ઓફીસ માં બેસે છે તે માત્ર એક વાર ચાણોદ થી મોતાપોઢા સુધી જઈ બતાવે
ચાણોદ થી મોટા પોંધા થઇ ને શામળાજી સુધી જતો સ્ટેટ હાઇવે દર વર્ષે ચોમાસા દરમ્યાન ખરાબ બને છે જોકે આ વર્ષે આ રોડ ની હાલત એટલી હદે બત્તર બની છેકે રોજીંદા આવતા જતા લોકો ને કમ્મર નો દુખાવો મફત માં મળી રહ્યો છે રોડ ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે ખાડા માં રોડ છે કે રોડ માં ખાડા કઈ સમજાતું નથી સરકારી આધિકારી ને કે રાજકારણી ઓ ને પ્રજાના પ્રાથમિક પ્રશ્નો દુર કરવામાં કોઈ રસ ના હોય એમ જણાય છે સરકારી બાબુ ઓ માત્ર એ સી ઓફિસો માં બેસી ને કાગળો ઉપર જ કામગીરી કરી રહ્યા છે તો માર્ગ બાબતે લગતા વળગતા અધિકારી ને રજૂઆત કરવા ગયેલા લોકોને એવા ઉડાઉ જવાબ મળે છે કે “ચોમાસા માં થોડા નવા રોડ બને “? અરે ભાઈ રોડ ના બને એ તો નાના છોકરા ઓ પણ જાણે છે પણ સમસ્યા નું સમાધાન કરવા વૈકલ્પિક કામગીરી તો કરી શકાય છે પણ અધિકારી ના પાપે પ્રજા ને દુઃખ સહન કરવાનું આવી રહ્યું છે ચાણોદ થી કરવડ થઇ મોટાપોઢાં સુધી જવા જ્યાં પેહલા માત્ર ૨૦ મિનીટ થતી હતી તે હવે રોડ માં પડેલા સેંકડો ખાડા ને પગલે દોઢ કલાક જેટલો સમય જાય છે મહત્વ નું છે કે સ્ટેટ હાઇવે હોવાને લઇ ને આ માર્ગ નો ઉપયોગ મોટાભાગે ભારે વાહનો કરતા હોય છે એમાં પણ નાશિક તરફ જનાર અનેક વાહનો આ માર્ગે પસાર થતા હોય લોકોની હાલત દયનીય બની છે આ માર્ગ નો ઉપયોગ કરવડ,તાંબાડી, દેગામ કરાયા,મોટાપોઢાં નાનાપોઢાં કાકડકોપર,જેવા અનેક ગામો ના લોકો કરે છે સોસીયલ મીડિયા ના માધ્યમ થી અનેક લોકો જીલ્લા કલેકટર પ્રાંત અધિકારી મામલતદાર ને પણ રોજીંદા રોડ ના ફોટો મોકલે છે પરંતુ આ તમામ સરકારી બાબુ ઓ ને માત્ર યોજના ઓમાં રસ છે સમાન્ય પ્રજા ને સ્પર્સતા પ્રશ્નો ને હલ કરવા માં તેઓ ને કોઈ રસ ના હોય એવી ચર્ચા ઓ આ સમગ્ર ગામોમાં ઉઠી રહી છે સ્થાનિકો ની માંગ છે કે જીલ્લા કલેકટર અને તેમનો કાફલા ને માત્ર એક દિવસ માટે ડુંગરી ફળિયા કરવડ થઇ ને મોટાપોઢાં સુધી લાવવા માં આવે તો લોકોની વાસ્તવિક પીડા શું હોય તે પોતે અનુભવી શકે ?