નવા મંત્રી મંડળ માં દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સ્થાન મળશે કે સાવકી માં ના પુત્ર ની જેમ આ વખતે પણ…

0
367

ગુજરાતમાં વિજય ભાઈ એ રાજીનામુ આપી દીધા બાદ ભારે સસ્પેન્સ વચ્ચે ભુપેન્દ્ર ભાઈ પટેલ નું નામ જાહેર થતા મુખ્ય મંત્રી ની રેસ માં ચાલતા અનેક નામો કપાયા જોકે હવે તેમના શપથ બાદ નવા મંત્રી ઓની રચના અંગે ની જાહેરાત થતા મંત્રી મંડળ માં સમાવેશ કરવામાં આવશે કે કેમ તે અંગે અનેક નામો હાલ ચર્ચા માં છે 

પરંતુ છેલ્લા કેટલાક ટર્મ થી જોઈએ તો રમણ લાલ પાટકર ને બાદ કરતાં મંત્રી મંડળ માં કોઈ ઉચ્ચ કક્ષાનું પદ દક્ષિણ ગુજરાત ના કોઈ ધારાસભ્ય ને આપવામાં આવ્યું નથી એવું કહીએ તો ખોટું નથી કે નવસારી ડાંગ વલસાડ જિલ્લા માં ને જાણે સાવકી જનેતા ના પુત્રો હોય એ પ્રકારે વર્તન કરી દક્ષિણ ઝોન માંથી કોઈ પણ ધારાસભ્ય ને મંત્રી મંડળ માં લેવામાં આવ્યા નથી આ વખતે ફરી નવા મુખ્યમંત્રી બન્યા બાદ દક્ષિણ ગુજરાત માં એક ઠગારી આશા જન્મી છે કે કોઈ ને તો મંત્રી મંડળ માં સામેલ કરાશે પણ હવે સરકાર માં બેસેલા નવા પ્રધાન દક્ષિણ ગુજરાત તરફ નજર દોડાવશે કે વર્ષો થી ચાલતી આવતી પરંપરા મુજબ આદિવાસી વિસ્તાર ને નજર અંદાજ કરી ને દક્ષિણ ઝોન માં માત્ર સુરત સુધી નાજ ધારાસભ્યો નો સમાવેશ કરશે દક્ષિણ ગુજરાત એટલે માત્ર સુરત નહિ પણ વલસાડ જિલ્લાના છેક ઉમરગામ સુધીના પટ્ટા નો સમાવેશ થાય છે એ કોઈ નવા મુખ્ય પ્રધાન ને યોગ્ય રીતે સમજ આપશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે પરંતુ વલસાડ જિલ્લાના પણ કેટલાક ધારાસભ્ય મંત્રી મંડળ માં સમાવેશ કરવામાં આવે એવી આશા એ અત્યાર થી જ પૂર્વ તૈયારી ઓ કરતા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here