છેલ્લા બે દિવસ થી વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે જેને પગલે દરેક નદીઓ બને કાંઠે વહી રહી છે ત્યારે ધરમપુર નજીકમાં આવેલ દુલસાડ ગામે નાયકી ફળીયા માં ગત રાત્રી દરમ્યાન ભારે પવન સાથે આવેલ વરસાદ ને પગલે એક કાચું ઘર તૂટી પડતા 75 વર્ષીય મહિલા ગજરી બેન નાયકા નું દબાઈ જતા ગંભીર ઈજાઓ ને પગલે મોત નીપજ્યું છે જેને પગલે ફળીયા અને આસપાસ ના લોકો એકત્ર થઈ ગયા હતા અને સરપંચ ને જાણ કરી હતી મહિલા રાત્રી દરમ્યાન વાળું કરી રહી હતી ત્યારે જ અચાનક ધડાકા ભેર છતાં આવી પડતા મહિલા દબાઈ ગઈ અને ગંભીર ઈજાઓ ને પગલે મોત નીપજ્યું છે