ગજેન્દ્રકુમાર અરવિંદભાઈ પટેલ રહે.અંભેટી તા.કપરાડા જી.વલસાડ ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા પાસ કરી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના તારીખ 01/09/2021 ના જાહેરનામા માં જાહેર થયેલ વિગતો મુજબ ગજેન્દ્રકુમાર અરવિંદભાઈ પટેલ રહે.અંભેટી તા.કપરાડા જી.વલસાડ ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા પાસ થતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
ગજેન્દ્ર કુમારે વિષેશ માહિતી આપતા જણાવ્યું કે મારું શરૂઆતનું પ્રારંભિકપ્રાથમિક શિક્ષણ ૧ થી ૬ ધોરણ અંભેટી બાંગિયા પ્રાથમિક શાળા, સાતમું ધોરણ અંભેટી કાપરીયા પ્રાથમિક શાળા,૮ થી ૧૨ ગોંડલ ખાતે અભ્યાસ (૧૦ માં ૯૨.૪૦, ૧૨ સાયન્સ માં ૮૪%), ઇલેક્ટ્રિકલ એન્જીનીયર્રીગ SVNIT સૂરત ખાતે થી distinction સાથે પૂર્ણ કરેલ છે.
અત્યાર સુધી ની સફર એ માત્ર સમતલ રોડ નથી પરંતુ ઘણા ખાડા વાળી પણ છે. આ સ્થિતિ માં પરિવારે આર્થિક અને ભાવનાત્મક સહકાર પૂરો પાડ્યો છે.મારા નાના નાની થી લઈને મમ્મી પપ્પા અને ભાઈ બેહનો તથા મિત્રો એ ખુબ જ સહકાર આપ્યો છે. તેમાં પણ વિશેષ કરીને મોટા ભાઈ રીપલે ખુબ જ સહકાર આપ્યો છે. જેની સફળતા નું પરિણામસર હું આજે નાયબ કલેક્ટર સુધી પહોંચી શક્યો છું.
ગઈ વખતની ૧/૨ માં ૪ માર્ક્સ થી રહી જતા ઘણું દુઃખ થયું હતું પરંતુ આ ઉર્જા ને હકારાત્મક દિશા આપી અને ગયા પરિણામને ધ્યાનમાં રાખ્યા વગર મેહનત ચાલુ રાખી
યુવાનો ને સંદેશો
ક્ષમતા એ વ્યક્તિ જાતે નિશ્ચિત કરે છે આથી વ્યક્તિ એ ક્ષમતા નો ગુલામ નથી પરંતુ ક્ષમતા એ વ્યક્તિ ની ગુલામ છે. મેહનત ચાલુ રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો. મંજિલ તમારી રાહ જોઈ જ રહી છે.
પિતા અરવિંદભાઈ પટેલ પ્રાથમિક શાળામાં એક નિવૃત શિક્ષક છે. ગજેન્દ્રકુમાર એ પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની અંભેટી બાંગીયા ફળીયા સરકારી પ્રાથમિક શાળામા લીધું હતું. મધ્યમ વર્ગીય પરિવાર માથી આવતા ગજેન્દ્રકુમાર પટેલ આદિવાસી ધોડીયા સમાજના છે. સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારુપ છે.
વલસાડ જિલ્લામા આદિવાસી સમાજ માથી ડાયરેકટ GPSCની પરીક્ષા પાસ ડેપ્યુટી કલેક્ટર નિમણૂંક મેળવનાર પ્રિતેશ પટેલ કપરાડા તાલુકાના બાલચોંડી હાલમાં ભરૂચ મિતેશ પટેલ પારડી તાલુકાના પંચલાઈ હાલમાં સુરતમાં, કૌશિક જાદવ ધરમપુર તાલુકાના કુંડી ગામના હાલમાં તાપી અને હવે ગજેન્દ્રકુમાર પટેલ વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓને જાહેર પરીક્ષાઓ આપનાર માટે ઉદાહરણ રૂપ છે.