કપરાડાના 41 સરપંચે કલેકટર સમક્ષ કપરાડા સરપંચ ની બેઠક જે મહિલા અનામત છે તે બદલી અનુસૂચિતજાતિ સામાન્ય કરવામાં આવે તેવી માંગ કરાઈ

0
377

કપરાડા ગ્રામ પંચાયત ની બેઠક જે અનુસૂચિત આદિજાતિ મહિલા આનમત જાહેર થઈ છે તેને લઈ 41 ગામના સરપંચ દ્વારા સહી સિક્કા સાથે વાંધો લઈ કપરાડા ગ્રામ પંચાયત ની બેઠક અનુસૂચિત જાતિ સામાન્ય કરવામાં આવે એવી માંગ કરી છે 


41 ગામ ના સરપંચો દ્વારા જિલ્લા કલેકટર ને કરવામાં આવેલી રજુઆત માં જણાવ્યું છે કે વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતના સરપંચની બેઠક ફાળવવાનું જાહેર નામું માન.કલેકટર  વલસાડ દ્વારા  તારીખ : -૨૪/૦૪/૨૦૨૦ સરપંચનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે . જેમાં પરિશિષ્ટ -૨ મુજબ કપરાડા ગ્રામ પંચાયત સરપંચ ની બેઠક અનુસુચિત આદિજાતિ સ્ત્રી બેઠક માટે અનામત રાખવામાં આવેલ છે . આપ સાહેબશ્રીને કપરાડા તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા રજુઆત છે કે સુવિદિત છો કે સમગ્ર ગુજરાત રાજયમાં કપરાડા તાલુકો આદિવાસી છે.જેમાં અનુસુચિત આદિ જાતી પ્રમાણ સર્વોચ્ચ સ્થાને અને અતિ પછાત તાલુકો છે . જેમાં ભણતરનું પ્રમાણ ખુબજ ઓછુ છે , સદર કપરાડા તાલુકા મથક અને આંતર રાજય ધોરીમાર્ગ ઉપર આવેલ છે . કપરાડા તાલુકામાં કુલ ૧૨૯ ગામોનો સમાવેશ થયેલો છે . સમગ્ર તાલુકાનો વહિવટ તાલુકા મથક કપરાડા થી તાલુકા મથકની કચેરીએથી થાય છે . આ સંજોગોમાં આદિવાસી પ્રજાએ કામકાજ માટે તેમના પ્રશ્નો ની રજુઆત માટે તાલુકા મથક કપરાડા આવુ પડે છે . આદિવાસી પ્રજા ખુબ ભોળી અને મોટા પ્રમાણમાં અશિક્ષિત છે . ઉપરોકત સજોગામાં ઉપરાંત અભણ અને અજ્ઞાન પ્રજામાં વારે ઘડીએ તેમની માલ મીલકત ઝગડાઓ થતા હોય વાંરવાર કપરાડા પોલીસ મથકે રાત મઘરાતે સરકારી દવાખાના સારવાર માટે અરધીરાત્રે દુર દુર થી તેમના નાના મોટા કામ કાજો માટે કચેરી આવુ પડતુ હોય છે . તેમાટે સરપંચશ્રીનો સર્પક કરતા હોય છે . આ સંજોગોમાં સ્ત્રી સરપંચ કરતા પુરુષ સરપંચ હોય તો તે પ્રજા માટે વધુ ઉપયોગી બની રહે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here