ફ્લધરા ગામે વીજ ચેકીંગમાં ગયેલ વિજિલન્સ ટીમના સભ્યો ઉપર ગામના લોકોએ રોષે ભરાઈ કર્યો હુમલો ,હુમલો કરનારા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

0
298

ગ્રામીણ કક્ષા એ વીજચોરી કરનારા ને ઝડપી લેવા વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં વિજિલન્સ ચેકીંગ ટિમ ઉતરી હતી જેમાં આજે વહેલી સવારે ફ્લધરા ગામે કુંભાર ફળીયા માં વીજ ચેકીંગ કરવા પોહચેલી ટીમને એક મહિલા ના ઘરે આર ઓ પ્લાન માં વિજચોરી પકડી હતી જેથી આ મહિલા ને ચોરી અંગે દંડ અને ની રસીદ પણ આપી પરત થતા હતા ત્યારે ફળીયા ના લોકો એકત્ર થઈ ગયા હતા અને રોષે ભરાઈ વીજ કંપનીના સરકારી કર્મચારી ને ઘેરો કરી તેમને ચેકીંગ કરવા કોણે અહીં મોકલ્યા કહી 70 વધુ લોકોનું ટોળું એકત્ર થઈ જઇ ત્રણ નાયબ ઈજનેર ને યુવાનો એ મારમારી કપડાં ફાડી નાખ્યા હતા અને ઝપાઝપી કરી ધિક્કા મુકીનો માર મારતા ઇજો થઈ હતી આઘટના દરમ્યાન કાપી નાખેલા મીટર ને ફરી થી લગાવી જવા માટે તમામ લોકો રોષ પૂર્વક જણાવ્યું હતું તો તમામ કર્મચારી ઓના મોબાઈલ ફોન માં લીધેલા ફોટો વિડીયો પણ ડીલીટ કરાવી દીધા હતા ઘટના માં નાયબ ઈજનેર વિજિલન્સ ગૌતમ નાયક ,વી એસ વેસુવાલા નાયબ ઈજનેર વિજિલન્સ,એન આર ટેલર નાયબ ઈજનેર ધરમપુર -૨ ,તેમજ એક મીટર ટેસ્ટર કમલેશ પ્રજાપતિ ને શરીર ના ભાગે તેમજ હાથ ના ભાગે ઈજાઓ પોહચતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા સમગ્ર ઘટના બાબતે જી ઇ બી તરફ થી ગંભીરતા ને જોતા વલસાડ રૂરલ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે તેજસ રાજુ પટેલ,બ્રિજેશ નવીન પટેલ ,રાજેશ કેવલ પટેલ, સહિત અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ સરકારી કામ માં રુકાવટ ઉભી કરવા અંગે નો ગુન્હો દાખલ કરી નાયબ ઇજનેરો ઉપર હુમલો કરનાર ને  શોધખોળ માટે ના ચક્રો ગતિમાન કર્યા છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here