ધરમપુર માં મરઘમાળ ગામે સરપંચના પતિ દેવ ને આપ નો ખેસ પહેરાવી આપમાં જોડી દીધા બાદ સોસીયલ મીડિયા માં સરપંચ જોડાયા હોવાની પોષ્ટ મૂકી ભાંગરો વાટયો હકીકતમાં મરઘ માળ ગામે સરપંચ તરીકે હાલ મહિલા સરપંચ તાનુલતા બહેન ફરજ બજાવે છે અને તેમના પતિદેવ રાજેશ ભાઈ આમ આદમીમાં જોડાયા છે ત્યારે અતિઉત્સાહી બનેલા આમ આદમીના કાર્યકરો ઉત્સાહના ઉન્માદ માં સરપંચ કોણ છે તેનું પણ ભાન ભૂલી ગયા અને રાજેશ ભાઈ ને ખેસ પહેરાવી સોસીયલ મીડિયા માં પોષ્ટ મૂકી લખી નાખ્યું કે મરઘમાળ ગામે ના સરપંચ આમ આદમી માં જોડાયા જોકે હાલ માં વર્તમાન સરપંચ તાનુલતા બહેન રાજેશભાઇ આરૂઢ છે ત્યારે આમ આદમી પાર્ટી એ લોકોને જોડવાના ચક્કર માં સરપંચ કોણ અને કોણ હકીકત માં જોડાયું તે વાત ભૂલી ભાંગરો વાટયો જોકે એ બાબત ની ટ્વીટર ઉપર કરેલી ટ્વીટ માં જિલ્લાના પ્રમુખે પણ ગુડ એમ લખી કોમેન્ટ આપી જોકે બાદ માં કેટલાક લોકોએ ટકોર કરતા ટ્વીટર ની પોષ્ટ ડીલીટ કરી હોવાનું જાણવા મળ્યું છે..