ચેપા ગામના આદિવાસી યુવાને ૧૫૦૦મીટર લાંબી દોડમાં ગુજરાત કક્ષા એ આવ્યો પ્રથમ, રાજ્ય કક્ષાની હતી સ્પર્ધા

0
260
હિમ્મત નગર ખાતે પ્રથમ વિજેતા તરીકે સન્માન લેતા ચેપા ગામનો નવયુવાન

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતો ચેપા ગામનો આદિવાસી યુવાન સુનિલભાઈ સીતારામ કામડી, કે જેઓ તા. ૦૯/૦૮/૨૦૨૧ના રોજ  આઝાદીના અમૃત મહોત્સવ ની રાજ્ય કક્ષાએ યોજાયેલી લાંબી દોડની સ્પર્ધામાં હિંમતનગર ખાતે ભાગ લીધો હતો, આ આદિવાસી યુવાન રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બની કપરાડા તાલુકાનું નામ રોશન કર્યું છે.સુનીલ ભાઈ હાલ ધરમપુર ખાતે આવેલી વનરાજ કોલેજ ના ત્રીજા વર્ષ માં બી એ નો આભ્યાસ કરી રહ્યો છે આઝાદીના અમૃત મહોત્સવ ની સ્પર્ધા માં પ્રથમ આવવા બદલ કોલેજ ના સ્ટાફ અને તેમના મિત્ર વર્તુળ દ્વારા પણ અભીનંદન ની વર્ષા થઇ રહી છે 

મહત્વનું છેકે, કપરાડા તાલુકાના અનેક ગામડાઓમાં યુવાનો ખુબજ પ્રતિભા ધરવે છે  અને રમતગમત ક્ષેત્રે આગળ છે, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે આવા યુવાનો આગળ આવી શકતા નથી, ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનો કે વહીવટી તંત્ર જો, એવા યુવાનને મદદરૂપ બને, તો ચોક્કસ આવા યુવાનો નેશનલ લેવની સ્પર્ધામાં ભાગ લઈ દેશનું નામ રોશન કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here