શ્રાવણ માસ શરુ થતા ની સાથે જ શ્રાવણીયા જુગાર ની નો પ્રારભ થયો હોય એમ પારડી પોલીસ મથક ના પી એસ આઈ કે એમ બેરીયા પ્રથમ રાત્રી એ જ સપાટો બોલાવી જુગારિયા ઉપર રેડ કરી ને ૧૧ શકુની ને ઝડપી લીધા હતા જેને લઇ જુગાર રમનાર માં ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસે રામેશ્વર એપાર્ટમેન્ટ નજીક રેડ કરતા કુલ ૧૧ લોકો ઝડપી લીધા હતા ગૌરવ કમેલેશ પટેલ ,ઉત્તિક ચેતન પટેલ,બંને રહે ભેસલા પાડા રાજુદામોદર પટેલ રહે દમનીઝાંપા,શતીશ પ્રતાપ જોગી ,ચેતન છોટુ જોગી,અરુણ અશોક જોગી,લાતીસ પ્રતાપ જોગી ચારે રહે ભેસલાપાડા,નયન પ્રકાશ પટેલ,હિતેશ પ્રકાસ પટેલ,આશીફ ફકીર કુરેશી પ્રવીણ રમેશ પટેલ ચારે રહે દમનીઝાંપા,દવાના રૂપિયા ૨૩૩૦ ,અંગજડતી માંથી રૂપિયા ૧૯૯૦૦ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૮,૭૩૦ નો મુદામાલ કબજે કર્યો છે જયારે પોલીસ ની રેડ પડતા ફરાર થઇ ગયેલા અમિત ઉર્ફે ટોટી શૈલેશ ભંડારી રહે ફિનાઈલ ફેક્ટરી ,નિકુંજ ઉર્ફે સોમલો ખાલપભાઇ ,દીપક ભારત પટેલ ,આશીફ આખ્તર ખત્રી,ને વોન્ટેડ જાહેર કર્યા છે