ધરમપુર અને કપરાડા જનસેવા કેન્દ્ર માં વિવિધ કામો માટે આવતા લોકો લુટાઈ રહ્યા છે સરકાર દ્વારા વિવિધ સરકારી કામો માટે આપવામાં આવતા નિશુલ્ક ફોર્મ જનસેવા કેદ્ન્ર માં ઉપલબ્ધ ના થતા લોકોને હાલકી સમાન્ય આદિવાસી સમાજ ના લોકો ને રેશન કાર્ડ માં નામ ઉમેરવા કમી કરવા કે નવા રેશન કાર્ડ બનાવવા માટે ના તમામ ફોર્મ જેતે કચેરી ની બહાર આવેલા ઝેરોક્ષ સેન્ટરો માં રૂપિયા ૧૦ માં વેચાઈ રહ્યા છે અને આવા ઝેરોક્ષ વાળા પાસે ફોર્મ ખરીદવા ખુદ જનસેવા કેન્દ્ર ના કર્મચારી ઓ જ સલાહ આપી રહ્યા છે જેના કારણે મજબૂરી વશ જનસેવા કેન્દ્રમાં જે ફોર્મ નિશુલ્ક મળતા હોય તે ફોર્મ સામાન્ય પ્રજા ને રૂપિયા ૧૦ માં ખરીદી કરવાની ફરજ પડે છે એક દિવસ માં ૫૦૦ થી વધુ લોકો રૂપિયા ૧૦ એક ફોર્મ દીઠ ચૂકવી ને ફોર્મ ખરીદી કરે છે ત્યારે જનસેવા કેન્દ્ર નામ હોવા છતાં તે જનસેવા નહિ પરંતુ સમાન્ય જનતા ને સેવા ને નામે કેવી રીતે ખર્ચ કરાવવો તે બખૂબી કામ ચાલી રહ્યું છે જનસેવા ના કેન્દ્ર ના કેટલાક લોકો જ જાણી બુઝીને વિવિધ કામોના ફોર્મ જનસેવા કેન્દ્ર માં રાખતા નથી જેથી લોકોને બહાર મજબૂરી વશ ખરીદી કરવાની ફરજ પડે છે એક સામાન્ય આધાર કાર્ડ જેવા આધાર કાર્ડ માં નામ માં સુધારો કરવા કે સરનામું સુધારવા માટે નિશુલ્ક ફોર્મ પૂરું પડવાનું રહે છે પરંતુ આજ ફોર્મ રૂપિયા ૧૦ માં કચેરી ની બહાર આવેલા ઝેરોક્ષ સેન્ટરો માં આશાની થી મળી જાય છે પરંતુ કચેરી માં જયારે પણ કોઈ આરજદાર માંગે તો ખૂટી પડ્યા છે કે આહી નહિ મળે ઝેરોક્ષ વાળા પાસે ખરીદી લો જેવા વાક્યો ખુદ જનસેવા કેન્દ્ર ના કર્મચારી ઓ જ સંભાળવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા લોકોની સેવા માટે શરુ કરવામાં આવેલા જનસેવા કેન્દ્ર માત્ર શોભા સમાન છે આહી લોકોને હાલાકી ના પડે તે માટે લોકો આવે છે પરંતુ આહી રીતસર લોકો ને ઝેરોક્ષ વાળા ને ત્યાં ફોર્મ ખરીદી કરવા મોકલવામાં આવી રહ્યા છે શું ઝેરોક્ષ વાળા પાસે કોઈ કમીશન તો નથી લેવાઈ રહ્યું ને જેવી સમગ્ર બબતો ચર્ચા સાથે તપાસ નો વિષય છે આ સમગ્ર બાબતે જીલ્લા કલેકટર ક્ષિપ્રા આગરે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે