વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુર તાલુકાના જય આદિવાસી મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
202

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે આદિવાસી સમાજ માટે જાણે દિવાળીનો દિવસ, આમ આજના દિવસે દર વર્ષે પુરા વિશ્વમાં આદિવાસી દિવસની ધૂમ – ધામથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોવિડ -19 વૈશ્વિક માહામારી જેવી ગંભીર બિમારીને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા દરેક નાના -મોટા કાર્યક્રમો કે તહેવારો અથવા પ્રસંગો મોકૂફ રાખેલ છે. તેથી વિશ્વ આદિવાસી દિવસની પણ ધુમ – ધામથી નહીં પરંતુ સમાજરૂપી કાર્ય કે પ્રકૃતિને નિવડે તેવા પ્રયત્નો સાથે નાના – નાના કર્યો કરી આપણા દેશમાં દરેક સ્થળે ઉજવણીઓ કરવામાં આવી છે. તો આજે વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના ઉલસપીંડી ગામ અને ભવાડા ગામમાં જય આદિવાસી મહાસંઘ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમમાં તે પ્રસંગે ગુદિયા ગ્રા.પં. સરપંચ તુળસીરામ ગાંવિત, સામાજિક આગેવાન સુરેશભાઈ જોગારી, રાજપુરી જંગલ ગૃપ ગ્રા.પં. સરપંચ વસુલાબેન ગાંવિત, જય આદિવાસી મહાસંઘ ના પ્રમુખ બાલુભાઈ ગાંવિત, અને કમીટી સંભ્ય શિવલાભાઈ ભોયા તથા નાનજીભાઈ અને કાર્યકર રમેશભાઈ કાળાંત, ડિમ્પલબેન અને ગામના આગેવાનો, કાર્યકતા ઉપસ્થિત રહી અને વિશ્વ સંસ્થા UNO દ્રારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ દિવસે તાલુકાના વિવિધ ગામોમાં પોતાના ઘરે ફળિયામાં રહી શોશિયલ ડિસ્ટન્સ જાળવીને વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here