વલસાડ જીલ્લા માં જીલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગ માં વિશ્વ એન્ટર પ્રાઈઝ નામની કંપની દ્વારા હંગામી ધોરણે ભરતી કરવામાં આવેલા ૯૫૫ જેટલા મેડીકલ સ્ટાફ ડ્રાઈવર આયા નર્સ તમામ ને છેલ્લા બે માસ થી પગાર નહિ મળતા તેઓ ની હાલત કફોડી બની છે કોરોના કાળ દરમ્યાન સૌથી વધુ અને જીવન જોખમે કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગ ના હંગામી ધોરણે ભરતી કરવામાં આવેલાકર્મચારી ને જુન અને જુલાઈ માસ નો વેતન હજુ પણ મળ્યું નથી વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની કામની દ્વારા પગાર નહિ ચુકવવા માં આવતા ૯૯૫ કર્મચારી નોકરી ઉપર જવા આવવા માટે ભાડા ના પૈસા પણ નથી મળી રહ્યા વળી મેડીકલ વિભાગ માં નિયમિત નોકરી ઉપર જવાની ફરજ પડી રહી છે સમાન્ય રીતે કોઈ પણ કર્મચારી નોકરી એટલા માટે કરતો હોય છે કે તેને પુરતું વળતર મળે અને તેના પરિવાર નું ગુજરાન ચાલે પરંતુ જયારે સમયસર વેતન ના મળે તો આવા સમયે કોઈ પણ કર્મચારી સ્વાભાવિક રીતે પોતાના કામ માં નિષ્ઠા બચી શકે નહિ અને કોઈ પણ કામ યોગ્ય થઇ શકે નહિ ત્યારે ૯૯૫ કર્મચારી આજે પણ બે માસ થી પગાર થી વંચિત રેહતા તેઓ ની સ્થિતિ વિકટ છે કેટલાક કર્મચારી ઓ ધરમપુર કપરાડા જેવા વિસ્તાર માંથી આવન જાવન કરે છે જેના કારણે તેઓ ને રોજીંદા ખાનગી વાહનો માં આવન જાવન માટે ભાડા ખર્ચ કરવાની ફરજ પડે છે ત્યારે સમગ્ર બાબતે જીલ્લા કલેકટર અને ડીડીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યુ છે