એકતરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પોતાના સુશાસનના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે, 3જી ઓગસ્ટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નણોત્સવ કાર્યક્રમ યોજી, ગરીબ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું હતું છે, ત્યારે કપરાડા તાલુકાના આમધા ગામે સસ્તા અનાજનો દુકાનદાર ભોળી આદિવાસી પ્રજાને લૂંટી રહ્યો છે, આ સંચાલક કેરોસીન ઢોળાઈ ગયું હોવાનું જણાવી કાર્ડ ધારકોને મળવા પાત્ર અનાજનો કે કેરોસીનનો પૂરતો જથ્થો આપતો નથી, અને કાળા બજારમાં સગેવગે કરતો હોવાની ફરિયાદો કાર્ડ ધારકો કરી રહ્યા છે.એક તરફ સરકાર દરેક આદિવાસી સમાજ ના લોકોને મફત માં અનાજ અને કેરોશીન મળી રહે તે અંગે ની વ્યવસ્થા કરી રહી છે ત્યારે વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી ? આમધા ગામે સહકારી મંડળી ના નામે ચાલી આવતી આ સસ્તા અનાજ ની દુકાન ચલાવનાર આ અગાઉ પણ ગેરરીતી ને લઇ ને અગાઉ લાયન્સન રદ થઇ ચુક્યું છે પરતું ફરી થી તેના દ્વારા લોકોને કેરોશીન આપવામાં બહાના બનાવવા માં આવતા હોવાનું કાર્ડ ધારકો જણાવી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે તાલુકા પુરવઠા અધિકારી અને જીલ્લા પુરવઠા અધિકારી ધ્યાન આપે એ જરૂરી બન્યું છે સમગ્ર બાબતે દુકાનદાર ના રેકોર્ડ ની તપાસ કરવામાં આવે એવી માંગ રેશન કાર્ડ ધારકો માં ઉઠી રહી છે તેમના હક્ક નું અનાજ અને કેરોશીન નો જથ્થો ક્યાં પગ કરી જાય છે તે તળિયા ઝાટક તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે