ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં ધારાસભ્ય ના હસ્તે બે ઓક્સિજન પ્લાન્ટ નું થયું લોકાર્પણ

0
231

વલસાડ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અનેક લોકો ઓક્સિજન ન મળવાને કારણે મોતને ભેટ્યા હતા ઓક્સિજનની સાથે એક સમયે એટલી બધી વધી ગઈ હતી કે સિલિન્ડરપણ  બજારમાં ખુટી પડયા હતા અને લોકોને સિલિન્ડર મેળવવા માટે ચપ્પલ ઘસવાની નોબત આવી હતી જો કે આ તમામ  સમસ્યાનું નિરાકરણ કરવા માટે દરેક જગ્યા ઉપર ઓક્સિજન પ્લાન્ટ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલમાં પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી બે ઓક્સિજન પ્લાન્ટ નવા બનાવવામાં આવ્યા હતા જેમાં એક ૧૦૦૦ લીટર જયારે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા ૨૫૦ લીટર ના પ્લાન્ટનું ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે રિબીન કાપી શ્રીફળ વધેરી ને લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે જણાવ્યું કે કોરોના કાળ માં  લોકોને પડેલી મુશ્કેલીને ધ્યાને લેતા સરકારે લોકોને આરોગ્ય સેવાઓ માં હાલાકી ન પડે અને સમયસર ઓક્સિજન મળી રહે એવા ઉમદા હેતુસર ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ૨ ઓક્સિજન પ્લાન્ટ નવા શરૂ કરવામાં આવ્યા છે  જેથી હવે આગામી દિવસમાં ઓક્સિજનની અછત ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર દર્દીઓને પડશે નહીં મહત્વનું છે કે સરકાર દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટ ધરમપુરમાં શરૂ કરવામાં આવ્યા છે જેમાં એક ગુજરાત સરકાર તરફથી જ્યારે બીજો કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવ્યો છે

આ કાર્યક્રમદરમ્યાન ધરમપુર નગર પાલિકા પ્રમુખ ધારસભ્ય અરવિંદભાઈ પટેલ સ્ટેટ હોસ્પિટલના તબીબો સ્ટાફ નર્સિંગ સ્ટાફ મેડીકલ ઓફિસર તેમજ જીલ્લા એપેદમિક આધિકારી ડો.મનોજ પટેલ સહીત અનેક લોકો હાજરી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here