પારડી તાલુકાના સાંસદ નું ગોયમા ગામમાં કોઈ ખાનગી જમીનમાં મોટો પાવર પ્રોજેક્ટ આવનાર હોય જે પ્રોજેક્ટનો આજરોજ ગ્રામ પંચાયતની ખાસ ગ્રામસભા સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો. અને પ્રોજેક્ટ થકી ખેડૂતોને નુકસાન થવાને પગલે પ્રોજેક્ટ શરૂ ન કરવા માટે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. ગોઈમા ગામના સરપંચ સુભાષભાઇ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શૈલેષભાઈ પટેલ, અગ્રણી બ્રિજેશ પટેલ સાથે ગ્રામ પંચાયતના સભ્યો ગામના અગ્રણી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા અને આજ રોજ ખાસ ગ્રામસભા યોજાઇ હતી જે ખાસ ગ્રામસભામાં ગોઈમા ગામમાં ધામણ ફળિયામાં ખાનગી જમીનમાં આવનારા મોટા પાવર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ શરૂ ન થાય તે માટે ઠરાવ કરવામાં આવ્યો હતો સરપંચ ના જણાવ્યા મુજબ ગામમાં ખેડૂતો ખેતી કરતા હોય છે જેથી આ પ્રોજેક્ટ હોવાથી ખેડૂતોને નુકસાન છે જેથી આ પ્રોજેક્ટ શરૂ ના કરવા માટે ગ્રામસભા મળી હતી. આ પ્રોજેક્ટ થકી ખેડૂતોના જમીનમાં મોટા પાયે વૃક્ષોનું નિકંદન થાય જેનું નુકશાન ને લઇ ગ્રામજનો એ વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં સરકારને ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવશે આમ ગામની ગ્રામસભા પાવર પ્રોજેક્ટ ના મુદ્દે ઉગ્ર બની હતી આગામી દિવસોમાં જો પાવર પ્રોજેક્ટ ચાલુ થાય તો આંદોલન થશે એવી ચીમકી ગ્રામસભામાં આપવામાં આવી છે.