વાપી નાં રફી પ્રેમીઓ એ આજે ગાયક મહમ્મદ રફી ની ૪૧ મી પૂણ્યતિથિ નિમિત્તે વાપી રેલ્વે સ્ટેશન રોડ પર બોમ્બે હૈર કટિંગ સલૂન ની સામે ગાયક મહમ્મદ રફી નાં વિશાળ ફોટા પર હાર ચડાવીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અહિયાં ઉદય સિંહ, ઇલ્યાજ શેખ વગેરે હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે રાજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હાલ માં કોરોના કાળ દરમિયાન કોઈ જાહેર સમારંભો બંધ હોવાથી ગાયક ગાયક મહમ્મદ રફી ૪૧મી પૂણ્યતિથિ નિમિત્તે કોઈ જાહેર કાર્યક્રમ થઈ સકે તેમ નથી માટે આજે અહીંયા પાશ્વગાયક મહમ્મદ રફી ને હાર ચડાવીને શ્રધ્ધાંજલિ આપી છે. આજે સાંજે ૫ વાગે કોરોના માટેની સરકાર ની ગાઈડ લાઈન મુજબ તમામ પ્રકાર નાં નિયમો અનુસાર નાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે; જ્યાં ફક્ત ચુનિંદા લોકો ભેગા મળીને રફી નાં ગીતો ગાસે.