
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં બનેલી મોહન પુરા જળ પરિયોજના જેવી યીજના ચીંચાઈ નજીક શરૂ કરવામાં આવે તે માટે મધ્યપ્રદેશના મોહન પુરા પરિયોજના અંગે ખેડૂતો ને માહિતી આપવા ત્યાંના પાણી પુરવઠા વિભાગના ઈજનેર ચીંચાઈ ગામે ખેડૂતો માહિતી આપી
1990 માં અંદાજિત 400 કરોડ કરતા વધુ ખર્ચે 18 ગામના લોકોને પાણી મળે તે માટે ચીચાઈ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી.પરંતુ પાઇપો ના લીકેજ અને પાણી ન મળતા સમગ્ર યોજના હાલ ખોરંભે પડી છે.અને 22 ગામના ખેડૂતો ને કૃષિમાં પિયત લાયક પાણી મળતું ન હોવાથી 22 ગામના ખેડૂતો દ્વારા કૃષિમાં પિયત નું પાણી મળે તે માટે રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાંના આધિકારીઓ એ તેમને જણાવ્યું કે પાણી જોઈએ તો નવી યોજના ની માંગ કરો અને એ પણ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં મોહનપુરા ખાતે બનેલી પ્રેસરાઈઝ ઇરીગેશન યોજના જેમાં પાણીનો સહેજ પણ બગાડ થતો નથી ત્યાં આ યોજના સફળતા પૂર્વક ચાલી રહી છે

જેમાં ખેડૂતો એ પોતાના ખેતર માં ઇલેક્ટ્રિક મોટર પણ મુકવાની જરૂર પડતી નથી મોહનપુરા યોજના માં 727 ગામના ખેડૂતો ને પાણી નો લાભ મળી રહ્યો છે અને અંદાજિત 490 થી 500 હેકટર જમીનમાં પાણી પહોંચતું થયું છે નેહર માધ્યમ થી પાણી પહોંચાડવામાં આવે તો તેમાં પાણી નો બગાડ થાય છે જ્યારે આ યોજનામાં સીધા પાઇપ જ જમીનમાં નાખી જે પણ ખેડૂત ને જોઈએ તેના ખેતર માં વાલ મુકવામાં આવે છે ત્યારે વલસાડ તાલુકાના ચીંચાઈ ગામે પણ આવી યોજના બને તે માટે ખેડૂતો ને માર્ગ દર્શન આપવા માટે મોહનપુરા પરિયોજના ની માહિતી આપવા માટે એમ પી થી પાણી પુરવઠા અધિકરી ઓ આવ્યા હતા અને એક વિશેષ માર્ગદર્શન બેઠક મળી હતી જેમાં ખેડૂતોને ઉઠતા સવાલોના જવાબો પણ આપવામાં આવ્યા છે કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ,સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખેડૂતો મોટી સંખ્યામાં હાજરી આપી હતી

નોંધનીય છે કે ચીંચાઈ સિંચાઈ યોજના કરોડોના ખર્ચે બન્યા બાદ પણ ખેડૂતો ને ખૂણે ખૂણે પાણી આપી શકી નથી ત્યારે ફરી માઈક્રો ઇરીગેશન પ્રેશરરાઈઝ યોજના કેટલી હદે સફળ થશે એ તો સમય બતાવશે પણ યોજના માં દરેક સ્થળે ફરી ખોદકામ કરી મોટા પાઇપો નાખવામાં આવશે જે માટે ખેડૂતો પોતાની જમીન માં ખોદકામ કરી પાઇપો જવા દેવા પડશે જે માટે તેમને માનસિક રીતે તૈયાર રહેવું પડશે..