વલસાડ તાલુકાના ધારાસભ્ય એ જિલ્લામાં કાંઠા વિસ્તાર માં આવેલ ગામોમાં શિપમાં કામ કરવા જતાં અનેક યુવાનો આજે પણ વેકસીન થી વંચિત છે જિલ્લામાં વેકસીન નો સપ્લાય ખૂબ ગણતરી માં મળી રહ્યો છે જે અંગે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ને લેખિત માં લેટર લખી જાણ કરવામાં આવી છે તેમણે વલસાડ તાલુકામાં વેકસીન નો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે તેની જાણ કરી છે
વલસાડ તાલુકા ખાતે હાલમાં વેકસીન નો પુરતો સ્ટોક ઉપલબ્ધ નથી અને વલસાડ તાલુકાના ૧૬ જેટલા ગામો દરિયાકાંઠા વિસ્તારમાં આવે છે અને આ વિસ્તારના માછીમાર ટંડેલ સમાજના યુવાનો શીપમાં નોકરી અર્થે પરદેશ જાય છે . જેની સંખ્યા આશરે ૧૫૦૦૦ જેટલી યુવાનોની છે.જેમને વેકસીન મુકાવવું ફરજીયાત છે . વેકસીન લીધા વિના શીપમાં નોકરી પર જઇ શકાતું નથી અને એમની આજીવિકારોજીરોટી જોખમ માં મુકાય છે . તદ ઉપરાંત એક જવાબદાર લોકપ્રતિનીધી તરીકે હું પણ રસીકરણ વધે તે માટે સાયકલ યાત્રા દ્વારા એક જાગૃતિ અભિયાન વલસાડ શહેર અને તાલુકામાં ચલાવનાર છું નાયબ મુખ્ય પ્રધાન ને લખેલા લેટર માં જણાવ્યું છે ..