કપરાડા તાલુકાના કરજુન ગામનો સરપંચ 48 હજાર ની લાંચ લેતા એ.સી.બી ના હાથે ઝડપાયો

0
997

કપરાડા તાલુકાના કરજૂન ગામે બનાવવા માં આવેલ ડામર રોડ કામના નાણાં મજૂર થયેલ હોય તેના ચેક ઉપર સરપંચે સહી કરવા માટે રૂપિયા 48 હજાર ની લાંચ માંગી હતી કોન્ટ્રકટર તે આપવા ન માંગતા હોય તેમણે એ સી બી નો સંપર્ક કરતા આજે કપરાડા ખાતે આવેલ કપરાડા- નાસીક રોડ, રેન બસેરા હોટલની સામે, ખુ્લ્લી જાહેર જગ્યા ઉપર, તા.કપરાડા, જી.વલસાડ લાંચ ની રકમ લેતા એ સી બી ના છટકા માં રંગે હાથે ઝડપાયા હતા     આ કામના ફરીયાદી કોન્ટ્રાકટનો ધંધો કરતા હોય, અને તેઓએ કરજૂન  ગામમાં રસ્તા પર ડામરનું કામ પુર્ણ કરેલ હોય, અને સદર કરેલ કામના રૂપિયાનો ચેક મંજુર થયેલ હોય, પરતું. ભરતભાઇ ધાકલભાઇ રાઉત, સરપંચ, કરજુન ગ્રામ પંચાયત, તા.કપરાડા, જી.વલસાડ  ચેકમાં સહી કરવાની બાકી હોય, જે ચેકમાં સહી કરી આપવાના અવેજ પેટે આ સરપંચ એ પહેલા રૂપિયા ૭૦,૦૦૦/- ની માંગણી કરેલ બાદ રકઝકના અંતે રૂ.૪૮,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.  જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આજરોજ  ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ, એ.સી.બી.પો.સ્ટે. વ્યારા નાઓનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૪૮,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.
ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.   ટ્રેપીંગ અધિકારી ડી.એમ.વસાવા, પો.ઇન્સ., વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફ. ,સુપર વિઝન અધિકારી  એ.કે.ચૌહાણ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here