અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્વર્ગસ્થ ખંડુભાઈ રણછોડજી દેસાઇની ૫૦મી પુણ્યતિથી નિમિત્તે AP T20 Bash 2021નું આયોજન

0
273

અનાવિલ યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાનાં ઉદ્દેશ્ય સાથે અનાવિલ પરિવાર અને અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્વર્ગસ્થ ખંડુભાઈ રણછોડજી દેસાઇની ૫૦મી પુણ્યતિથી નિમિત્તે AP T20 Bash 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જે વલસાડ ખાતેની  પ્રથમ લેધર બોલ T 20 ક્રિકેટ  ટુર્નામેન્ટ હતી.
આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટનબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર વલસાડનાં સંતો, અનાવિલ પરિવાર વલસાડનાં પ્રમુખ શ્રીભીખુભાઈ દેસાઈ,ઉપપ્રમુખ શ્રીહસમુખભાઈ દેસાઈ તથા યુવા પાંખના પ્રમુખ ભાષિન દેસાઈ ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ થી મુંબઇ સુધીનાં અનાવિલ યુવા ખેલાડીઓએ  ભાગ લઇ ઉત્કૃષ્ટ રમત દાખવી હતી.
આ ટુર્નામેન્ટમાં એ.કે .રેન્જર્સ અને સંવેદના સ્ટ્રાઈકર્સ નામની બે ટીમો ફાઇનલ મેચ માટે ક્વોલિફાઇ થઇ હતી જેમાં જિમીત દેસાઈનાં નેતૃત્વ સાથે એ.કે. રેન્જર્સ નો ભવ્ય વિજય થયો હતો;  ફાઇનલમાં મેન ઓફ  ધ મેચ જય દેસાઈ, AP T20 Bash 2021નાં મેન ઓફ ધ સિરીઝ હર્ષ દેસાઈ, બેસ્ટ બોલર અક્ષિત દેસાઈ, બેસ્ટ ફિલ્ડર મિતુલ દેસાઈ,બેસ્ટ બેટ્સમેન હર્ષ દેસાઈ તથા ઇમર્જિંન્ગ પ્લેયર જેનીલ દેસાઈ ને પુરસ્કાર થી નવાજવામાં આવ્યાં. 
આ ટુર્નામેન્ટમાં અનાવિલ પરિવારનાં તમામ સભ્યોએ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી; AP T20 Bash નાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે શ્રી અભિલાષ દેસાઈ અને ડો.કુણાલ દેસાઈ સેવા આપી હતી અને ટુર્નામેન્ટમાં શ્રીકૌશલ દેસાઈ,  શ્રી કાર્તિક દેસાઈ અને શ્રીપ્રતીક દેસાઈએ આયોજનમાં એમને મદદ કરી હતી. આવનારા ભવિષ્યમાં પણ અનાવિલ પરિવાર આવી ટુર્નામેન્ટનું આયોજન કરતું રહે તો ક્રિકેટરોને  લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here