વલસાડ જીલ્લા નું ગૌરવ

0
645

રાજ્ય કક્ષાએ ૩૭  ગોલ્ડ, ૨૪ સીલ્વર, ૧૪ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકાદેમી / કિક બોક્ષિન્ગ અસોસીઅસોન એ વલસાડ જીલ્લા નું નામ રોશન કર્યું.
તા.૧૭ ઓક્ટોબર  ૨૦૨૧ ના રોજ વડોદરા ખાતે રાજ્ય કક્ષા ની કેડેટ્સ એન્ડ જુનિયર  કિક બોક્સીંગ ચેમ્પિયનશીપ યોજાયી હતી. આ સ્પર્ધા માં કિક બોક્ષિન્ગ ની પોઈન્ટ ફાઈટ અને લાઈટ કોન્ટેકટ આમ ૨ ઇવેન્ટ રમાઈહતી. જેમાં  સંપૂર્ણ ગુજરાત રાજ્ય  માંથી ૧૦૦ થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે કિક બોક્સિંગ એસોસિએશન વલસાડ તેમજ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકાદેમી ની વાપી – ચલા બ્રાંચ થી એસોસિએશન ના જનરલ સેક્રેટરી મયુર પટેલ તેમજ ઇન્સટ્રકટર ઉજ્જ્વાલા લાડ્ગે ના માર્ગદર્શન હેઠળ કિક બોક્સિંગ ની તાલીમ લઇ ખુશ્બુ શાહ, જીનાંશી શાહ, વારેન્યા શાહ, નિવા શાહ, મંશ શાહ, આદિત્ય તાપરિયા, જીષા પટેલ આમ કુલ ૭ સ્પર્ધકોએ ભાગ લઇ પોઈન્ટ ફાઈટ ઇવેન્ટ માં  આદિત્ય તાપરિયા, નિવા શાહ, ખુશ્બુ શાહ એ ગોલ્ડ મેડલ તેમજ  વારેન્યા શાહ, જીષા પટેલ એ સીલ્વર મેડલ અને જીનાંશી શાહ એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યાં હતા અને લાઈટ કોન્ટેકટ ઇવેન્ટ માં આદિત્ય તાપરિયા, વારેન્યા શાહ, ખુશ્બુ શાહ એ ગોલ્ડ મેડલ તેમજ નિવા શાહ એ સિલ્વર મેડલ અને જીનાંશી શાહ, જીષા પટેલ એ બ્રોન્ઝ મેડલ હાસલ કરી વાપી તથા સમગ્ર જીલ્લા નું નામ ગુજરાત રાજ્ય માં ગુંજતું કર્યું હતુ.  કિક બોક્સિંગ એસોસીએશન ગુજરાત ના પ્રેસીડેન્ટ સિદ્ધાર્થ ભાલેગરે એ વલસાડ- વાપી ના વિજેતાઓ ને અભિનંદન પાઠવી આગામી યોજાનાર નેશનલ લેવલ ની સ્પર્ધા માં પણ વિજય પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ જ્ઞાનદીપ સ્કુલ ના ટ્રસ્ટી શ્રી મધુ બેન ધન્શુખ ભાઈ શાહ તેમજ પ્રિન્સીપાલ શ્રી ઉલ્કા બેને સ્પર્ધકો ને સન્માનિત કરી આવનારા ભવિષ્યની દરેક ચમ્પિઓન્શિપ માટે શુભેછા ઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here