ગાંધીજીના જન્મ જ્યંતી નિમિત્તે કે. એલ.સી.એજ્યુકેશન ટ્રસ્ટ, જય બજરગબલી સ્પોર્ટસ એકેડમી પાનસ અને પી.એન.સી.પબ્લિક સ્કૂલ માંડવા આયોજિત હનુમાન મુંડે ના અધ્યક્ષમાં ત્રણ વિભાગોમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ વિભાગો (અ) ધોરણ 5 થી 8 વિષય “આઝાદીના સાચા સત્યાગ્રહી મહાત્મા ગાંધીજી”(બ) ધોરણ 9 થી 12 “મારી દ્રષ્ટિએ માનવ જીવનમાં સ્વચ્છતા નું મહત્વ”અને (ક) શાળા કોલેજમાં ન ભણતા હોય એવા 18 થી 25 વર્ષના જેમનો વિષય “રાષ્ટ્રીય નિર્માણમાં સૈનિકોનું યોગદાન”વિષયો પર વકતૃત્વ યોજાયું હતું. જેમાં (અ)પ્રથમ ક્રમ ખુશી સુરેશ પટેલ(નેવરી પ્રા. શાળા), બીજો ઓમ ચેતન પટેલ(નાના પોઢા) ,ત્રીજો માહી વજીર પટેલ(રાબડી) , (બ) પ્રથમ ક્રિશા સંજય પટેલ(મોટા પોઢા હાઈ.),બીજો તમન્ના દિલીપ પટેલ(મોટા પોઢા હાઈ.),ત્રીજો બ્રિજલ પ્રદીપ પટેલ(રાબડી હાઈ.)અને (ક) વિભાગમાં પ્રથમ પટેલ જીતિક્ષા (પારડી કોલેજ),બીજો માલી રીંકલ સુરેશ(પારડી કોલેજ),ત્રીજો પટેલ અંકિતા બળવંત (પારડી કોલેજ)જેઓને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને 1100રૂ. ટ્રોફી અને પ્રમાણપત્ર, બીજા ક્રમને 700રૂ. મેડલ અને પ્રમાણપત્ર અને ત્રીજા ક્રમને 500રૂ. મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ પ્રતિ સ્પર્ધીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પોન્સર તરીકે નાના પોઢા પોલીસસ્ટેશન,આમધા ઝરી ફળીયા, ધ પબ્લિક સકોર્ડ ફાઉન્ડેશન આમધા, સાંઈ ધામ પંચલાઈ, આર્મડ ફોર્સ ગૃપ વલસાડ હતા.
નિર્ણાયક તરીકે રાજેશભાઇ પટેલ, સંજયભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ, રતિલાલ પટેલ, ધ્રુમિલ જોશી, નીતિન પાટીલ, જેઓએ ફરજ બજાવી હતી. સાંઈ ધામ પંચલાઈના ટ્રસ્ટી સતિષભાઈ પટેલે વ્યવસ્થાનું આયોજન કર્યું હતું.