૩ વર્ષ પૂર્વે સગીરાને લગ્નની લાલચે સગર્ભા બનાવનાર મગોદના આરોપીને ૨૦ વર્ષની સજા, રૂા. ૩ લાખનો દંડ

0
51

૧૬ વર્ષની સગીરાને લગ્નને લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવનાર મગોદગામના આરોપીને વલસાડની સ્પેશિયલ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને રૂા. ૩ લાખનો દંડ ફટકાર્યો. જો દંડ નહિ ભરે તો વધુ બે વર્ષની સાદી કેદનો હુકમ તેમજ ભોગ બનનારને રૂા. ૬ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

વલસાડ નજીકના એક ગામમાં જિયા (નામ બદલેલ છે) નામની ૧૬ વર્ષીય સગીરા રહે છે. આ સગીરાના પિતાનું અવસાન થયું હતું તો તેની માતા વલસાડમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા ઘરકામ કરવા જતા નજીકમાં આવેલા મગોદગામે રહેતો મયુરભાઈ મહેશભાઈ નાયકા નામનો યુવાન જિયા ઘરે મળવા માટે અવાર નવાર જતો હતો. રાધાને મયુરે લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જિયાને પેટમાં દુઃખાવો પડતા માતાએ બોરસાલી સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતા ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવતા માતા ચોકી ઉઠી હતી. દીકરી જિયા નેપૂછતા તેણે જણાવ્યું કે મયુર મહેશ નાયકા રહે. મગોદ મંદિર બંધાણી ફળિયા તા જી. વલસાડની સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ બંધાયેલો હતો અને અવારનવાર ફોન થી વાતો પણ કરતો હતો. માતા ઘર કામ કરવા જતી વખતે મયુર ઘરે મળવા આવતો અને લગ્નની લાલચ આપી શરીર સંબંધ પણ બનતો હતો. વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી મયુર નાયકાની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ વલસાડની પોકસો એકટ હેઠળના સ્પેશિયલ કેસમાં ૧૬ વર્ષીય તરુણીને લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાધી ગર્ભવતી બનાવનાર આરોપી મયુર મહેશભાઈ હળપતિને ડીજીપી અનિલ ત્રિપાઠી : અને એજીપી નવીન પ્રજાપતિની દલીલો ગ્રાહ્ય રાખી વલસાડ પોકસો ૮ એક્ટ હેઠળના સ્પેશિયલ જજ તરુણ વી. આહુજાએ આરોપી મયુર મહેશ નાયકા રહે મગોદને આઈપીસીની કલમ. ૩૭૬ના ગુનામાં દોષિત જાહેર કરી પોક્સો એક્ટના ગુનામાં દોષિત જાહેર કરી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૩ લાખનો દંડ જો દંડ નહિ ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ તથા ભોગબનનારને રૂપિયા છ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો અને આરોપી જો દંડની રકમ ભરે તો તે દંડની રકમ પણ ભોગ બનનારને ચૂકવવાનો હુકમ કર્યો અને આરોપીને પોક્સોનાં ગુનામાં સજા ફરમાવેલ આઈપીસી હેઠળ અલગ સજા કરવામાં આવેલ નથી. તેમજ તમામ સજાઓ આરોપીએ એકસાથે ભોગવવાનો પણ હુકમ પણ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here