પારડી તાલુકાની સામરપાડા આશ્રમ શાળામાં લોલમ લોલ વહીવટ 

0
245

ગત આખું વર્ષ 50 બાળકો ને માત્ર ખીચડી ખવડાવી વર્ષ પૂર્ણ કર્યું હોવાની વિગત ત્યારે બહાર આવી જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી માં પ્રદેશ મંત્રી એ આશ્રમ શાળાની આકસ્મિક મુલાકાત લીધી 

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી સંચાલકો સામે કાર્યવાહી કરવા જણાવતા બી.ટી.પી.ના પ્રદેશ મંત્રી

વલસાડ જિલ્લામાં આવેલી આશ્રમ શાળાઓમાં આદિવાસી વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે સરકાર દ્વારા આવા વિધાર્થીઓ ને રહેવા જમવા માટે વિધાર્થી દીઠ વિષેશ ગ્રાન્ટ ફળવાવ માં આવે છે.દરેક આશ્રમ શાળામાં અઠવાડિયા દરમ્યાન શુ ભોજન બનશે તે માટે અગાઉ થી જ ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે પરંતુ પારડી તાલુકાના સામરપાડા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 50 વિધાર્થી ઓની હાલત દયનિય છે અહીં વર્ષ 2022-23 દરમ્યાન સંચાલન કરતા ઓ દ્વારા બાળકો ને રાત્રી ભોજન માટે માત્ર આખું વર્ષ ખીચડી ખવડાવી વર્ષ પૂર્ણ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

એ પણ ત્યારે જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી ના પ્રદેશ મંત્રી સુરેશભાઈ અને તેમન કાર્યકરો એ સ્થાનિક અગ્રણીઓ ની જાણકારી બાદ આશ્રમ શાળાની આકસ્મિક મુલાકાત કરી બાળકોને પૂછ પરછ કરી એટલું જ નહીં આશ્રમ શાળામાં સંચાલકો દ્વારા અનાજ નો જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો ન હતો જે સાંજે તેમણે મુલાકાત કરી તે સાંજે ભોજન બન્યું જ ન હતું અને જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે કોઈ દાતા દ્વારા ભોજન લઈ આશ્રમ શાળા માં પીરસવામાં આવ્યું હતું આમ આશ્રમ શાળામાં ભોજન આપવામાં થઈ રહેલા ગેર રીતિ બાબતે ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશ મંત્રી સુરેશ પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ આધિકારી ને લેખિત માં ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે જાન્યુઆરી 2024 થી ફેબ્રુ માસ દરમ્યાન બાળકો ના આશ્રમ શાળાના રસોડે અનાજ પૂર્ણ થઈ ચૂક્યું છે .આશ્રમ શાળાના સંચાલકો ના ભરોસે અને જવાબદારી ઉપર વાલીઓ પોતાના બાળકો ને શિક્ષણ અને સારું ભોજન મળે એવા હેતુ સાથે મૂકી જતા હોય ત્યારે અહીં તો બાળકો ના માટે આવતી ગ્રાન્ટ ક્યાં પગ કરી જાય છે એ તપાસ નો વિષય છે સવારે બાળકો સ્કૂલના મધ્યાહન ભોજન માં જમી લે છે જ્યારે સાંજે આશ્રમ શાળામાં ખીચડી કે વટાણા બટાકા સિવાય કોઈ ત્રીજી ચોથી શાક પુરી બનતા નથી ત્યારે સંચાલકો સામે ગેરરીતિ ના સવાલો ઉઠી રહ્યા છે જે અંગે સંચાલકો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત માં કરવામાં આવી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here