ધરમપુર નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ, નગર ના રસ્તા બાબતે ઉગ્ર રજુઆત

0
392

ધરમપુર નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિરોધ પક્ષના નેતા હિરેન ઉર્ફે સમિયો પટેલે રાજમહેલ રોડ બાયપાસ રોડને અકસ્માત ઝોન જાહેર કરવા, આ રસ્તા પર ગતિમર્યાદાના ચિહ્નો મુકવા અને સ્પીડબ્રેકર લગાવવા અને નગારીયા નાયકીવાડમાં  ગરનાળાવાળા પુલના બાકોરું ની સમસ્યા નિરાકરણ કરવા રજુઆત કરી હતી. વિપક્ષના સભ્ય શબ્બીરભાઈ બાહનાને ખરાબ થયેલા રસ્તા બાબતે રજુઆત કરી હતું. જોકે સભામાં શાસક પક્ષ દ્વારા કોન્ટ્રાકટરને સમારકામ માટે કહેવામાં આવ્યું છે અને સમારકામ થવાની ખાતરી આપી હતી.

ધરમપુર પાલિકા ની સામન્ય સભા માં આર સી સી રોડ મુદ્દે વિપક્ષ નો હોબાળો

આ સામાન્ય સભામાં નગરપાલિકા આ નગારીયા પટેલ ફળીયા આંગણવાડીનું જૂનું મકાન તોડી નવું મકાન બનાવવાની આવેલી અરજી વંચાણે લેવામાં આવી હતી. વધુમાં પાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરોને હંગામી ધોરણે રાખવા જમીનની ફરતે તાર ફેન્સીંગ કરવા, સરકારી ગૌચરણવાળી ડેવલપ માટે 10 એકર જમીનની.માંગણી કરવા સરકારમાં દરખાસ્ત કરવા, પાલિકા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમરા લગાવવા, ડીએનપી હાઈસ્કૂલનું જૂનું મકાન જર્જરિત થયું હોય ઉતારી નવું મકાન બનાવવા સહિતના અનેક મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. સાથે પાલિકાના વર્ષ 2020-2021ના વાર્ષિક હિસાબઉઘડતી સિલક 508906160, આવક 276995070 મળી કુલ 785901230 અને ખર્ચ 244871235 બાદ કરી બંધ સિલક 541029995 મંજુર કરવામાં આવ્યા હતા. વિપક્ષ સભ્યો એ રોડ બાબતે સભા માં વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here